બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shraddha Kapoor childhood throwback story with varun dhawan

મનોરંજન / માત્ર 8 વર્ષની ઉંમરમાં આ એક્ટર સાથે Shraddha Kapoorને થઈ ગયો હતો પ્રેમ, પહાડો પર લઈ જઈને કર્યું હતું પ્રપોઝ

Arohi

Last Updated: 02:52 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shraddha Kapoor Love Story: શ્રદ્ધા કપૂરે 8 વર્ષની ઉંમરમાં જ એક એક્ટરને પોતાનું દિલ આપી દિધુ હતું. અહીં સુધી કે તેણે પ્રપોઝ કરવાની પણ સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધી હતી. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે પોતે કર્યો હતો.

  • 8 વર્ષની ઉંમરમાં શ્રદ્ધાને થયો હતો પ્રેમ 
  • બોલિવુડના આ એક્ટરને ચાહતી હતી શ્રદ્ધા 
  • પ્રપોઝ કરવા માટે પણ કરી હતી સંપૂર્ણ પ્લાનિંગ

શ્રદ્ધા કપૂર કેમેરા પર જેટલી શાંત અને માસૂમ જોવા મળે છે તે રિયલ લાઈફમાં તેટલી જ ચુલબુલી છે. જી હાં, તેના જીવનમાં એવા ઘણા રસપ્રદ કિસ્સા છે જેને કદાચ તમે નહીં જાણતા હોવ. પોતાના એક વાયરલ વીડિયોમાં એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેને નાનપણમાં એક શખ્સ પર જબરદસ્ત ક્રશ હતો અને તે બીજુ કોઈ નહીં પણ વરૂણ ધવન હતો. 

જુઓ વીડિયો 

હકીકતે આ વીડિયો એક રિયાલિટી શોનો છે જેમાં શ્રદ્ધા અને વરૂણની વચ્ચે બેઠેલા રેમો ડિસુઝા જણાવી રહ્યા છે કે વરૂણ શ્રદ્ધાના ક્રશ હતા. આ વાત પર શ્રદ્ધા જણાવે છે કે અમારા બન્નેના પિતાએ એક સાથે ઘણી ફિલ્મો કરી છે તો અમે નાનપણથી એક બીજાને જાણીએ છીએ. પછી પોતાના દિલની વાત જણાવતા એક્ટ્રેસ કહે છે કે હું તેમને ખૂબ જ પસંદ કરતી હતી. આ સાંભળીને વરૂણ શરમથી લાલ થઈ જાય છે. 

શ્રદ્ધાએ પ્રપોઝ કરવા બનાવ્યો હતો પ્લાન
પછી એક્ટ્રેસ આગળ જણાવે છે કે મેં એક દિવસ પ્લાન કર્યો હતો કે આજે હું પોતાના દિલની વાત જણાવીને રહીશ. એક્ટ્રેસે જણાવ્યું કે તે શૂટ પર હતા કોઈ હિલ સ્ટેશન પર. અને રોમેન્ટિક એટમોર્ફિયર હતું. એવામાં તેનો કોન્ફિડન્સ પણ સૌથી હાઈ હતું. 

આ એ સમયની વાત હતી જ્યારે આ બન્ને સ્ટાર્સ 8 વર્ષના હતા. પછી પહાડો પર લઈ જઈને તેણે વરૂણને પ્રપોઝ કર્યું, પરંતુ એક્ટરે સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને ત્યાંથી જતો રહ્યો. ત્યાર બાદ એક્ટ્રેસનું દિલ તૂટી ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ