બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Shocking twist in Mahudha kidney scam: Gambling petitioner concocted entire scheme

ખેડા / મહુધામાં કિડની કૌભાંડમાં ચોંકાવનારો વળાંક: જુગારી અરજદારે રચ્યું હતું સમગ્ર તરકટ, પોલીસ તપાસમાં ઉલટફેર, માન્યામાં ન આવે તેવું ખૂલ્યું

Vishal Khamar

Last Updated: 11:48 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યાજનાં બદલામાં કિડની કાઢી લેવાનાં મામલે ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. કીડનીનાં બદલામાં રૂપિયા લેવા ગોપાલ તેમજ અશોકભાઈ હાવડા તો ગયા હતા. પરંતું પૈસા મળ્યા બાદ કીડનીનું ઓપરેશન થાય તે પહેલા બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તેમજ કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢી હોવાનો ખુલાસો ગોપાલ પરમારે પોલીસની પૂછપરછમાં કર્યો હતો.

  • વ્યાજના બદલામાં કિડની કાઢી લેવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો
  • ગોપાલે 20 હજાર રૂપિયા ન આપવા માટે વાત ઉપજાવી કાઢી 
  • કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી હોવાનો ખુલાસો 

વ્યાજનાં બદલામાં કીડની કાઢી લેવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વ્યાજનાં બદલામાં કિડની કાઢવાનું કૌભાંડ જ ન થયાનો ખુલાસો થવા પામ્યો છે. ગોપાલે 20 હજાર રૂપિયા ન આપવા માટે સમગ્ર વાત ઉપજાવી કાઢી હતી. પોલીસ દ્વારા અરજદારની પૂછપરછ અને મોબાઈલ લોકેશન આધારે તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસની પૂછપરછમાં ગોપાલ પરમારે કબુલાત કરી હતી, કે કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી હોવાનો ખુલાસો કર્યો હતો. 

કિડનીનું ઓપરેશન થાય તે પહેલા ગોપાલ અને અશોકભાઇ ત્યાંથી ફરાર થયા 
અરજદારોએ કબુલાત કરી કે દિલ્લીમાં કિડની કાઢવાની વાત નકારી કાઢી છે. તેમજ ગોપાલ પરમારે અશોકભાઈ પાસેથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે બંગાળમાં કીડનીનાં બદલામાં રૂપિયા મળશે તેવી વાતને આધારે ગોપાલ અને અશોકભાઈ હાવડા ગયા હતા. હાવડાથી એક લાખ રૂપિયા પણ મળ્યાનો ખુલાસો કર્યો હતો. કિડનીનું ઓપરેશન થાય તે પહેલા ગોપાલ અને અશોકભાઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાં બાદ પોલીસ દ્વારા બંગાળનાં લોકોની પણ તપાસ શરૂ કરી છે. અરજદારોએ 6 થી 7 વર્ષ પહેલા કિડની કાઢવાનો બનાવ બન્યો હોવાનું સ્વીકાર્યું હતું. 

પોલીસ દ્વારા નવ અરજદારોની પૂછપરછ હાથ ધરી

આ બાબતે ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, મહુધા ગામનાં અરજદાર ગોપાલભાઈ પરમાર દ્વારા એક અરજી કરી હતી. જેમાં તેઓએ તેમનાં જ ગામનાં અશોક પરમાર ઉપર વીસ હજાર રૂપિયા તેઓએ લીધેલા છે. અને વધુ વ્યાજ માંગે છે અને ધમકી આપે છે. તે પ્રકારની એક અરજી કરી હતી. પ્રથમ અરજીનાં થોડા દિવસ બાદ અરજદાર ગોપાલ દ્વારા બીજી અરજી કરી હતી. જેમાં તેણે અશોક પરમાર પર ગંભીર આક્ષેપો કરેલ. જેમાં તેઓની કીડની માટે તેઓને દિલ્હી લઈ ગયેલ. જ્યાં ર્ડાક્ટર દ્વારા તેઓને પૂછેલ કે તમારી સંમતિથી આપો છો. જે બાદ તેઓ થોડ સમય દિલ્હી રોકાયા હતા. અને ત્યાંથી ભાગી ટ્રેનથી પાછા આવી ગયા હતા. આ બનાવની ગંભીરતાને લઈ આજે જ અમે એલસીબી, એસઓજીની ટીમો બનાવી હતી. તેમજ અરજદારને પણ બોલાવ્યા હતા. તેમજ અશોક પરમાર સહિત નવ જેટલા લોકોનાં નામ અરજીમાં લખ્યા હતા.તે તમામને બોલાવ્યા હતા. ત્યારે અરજદારની સઘન પૂછપરછ હાથ ધરતા તેણે સમગ્ર વાત ઉપજાવી કાઢી હોવાનું કહ્યું હતું.

રાજેશ ગઢીયા (પોલીસ અધિક્ષક, ખેડા)

પોલીસ દ્વારા હાલ પશ્ચિમ બંગાળનાં શખ્શોની શોધખોળ હાથ ધરી

તેમજ ગોપાલ પરમારને જુગાર રમવાનો શોખ છે. ગોપાલ જુગારમાં દોઢ વર્ષ પહેલા જુગારમાં પૈસા હારી ગયો હતો. જે બાદ યુવક દ્વારા અશોક ભાઈ પાસેથી 20 હજાર રૂપિયા મેળવ્યા હતા. યુવકને અશોકભાઈએ સાતેક વર્ષ પહેલા કીડની માટે પૈસા મેળવેલ હતા. જે બાબતે આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હતી. જે કેસ હાલ કોર્ટમાં પેન્ડીંગ છે.  અશોક ભાઈ તેમજ ગોપાલ કીડ વેચવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા. જ્યાં તેઓએ લાખ રૂપિયામાં કીડનીનો સોદો કર્યો હતો. ત્યારે બાદ પૈસા ગોપાલનાં ખાતામાં આવી જતા બંને જણા ત્યાંથી ભાગી ગયા હતા.  હાલ ગોપાલ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે. તે આક્ષેપો અશોકભાઈ દ્વારા કરેલ અપમાનનો બદલો લેવા માટે આ તરકટ રચ્યું હતું. ત્યારે બંને જણા પશ્ચિમ બંગાળ ગયા હોવાનું લોકેશનનાં આધારે જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ પશ્ચિમ બંગાળનાં શખ્શોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ