બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shocking i was tortured and humiliated nikki tambolis allegation on souths director

ખુલાસો / ડાયરેક્ટર મને કહેતો કે ક્યાંથી આવી છે યાર આ, પછી...: અભિનેત્રીએ સાઉથ સિનેમા પર કર્યો મોટો ખુલાસો

Premal

Last Updated: 02:18 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડનારી નિક્કી તંબોલીએ બિગ બૉસ શોથી ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અભિનેત્રી બીબી 14 બાદથી ઘરે-ઘરે લોકપ્રિય થઇ હતી.

  • નિક્કી તંબોલીએ બિગ બૉસ શોથી ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત કરી
  • નિક્કી તંબોલીએ સંઘર્ષમય દિવસની પોતાની એક કહાની કરી શેર
  • સાઉથના એક ડાયરેક્ટરે તેને ખૂબ હેરાન કરી હતી

નિક્કીએ એક કિસ્સો શેર કરી પોતાનુ દુ:ખ દર્શાવ્યું

હવે નિક્કી તંબોલીની ફેન ફોલોઈંગ યાદીમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. હાલમાં નિક્કીએ એક કિસ્સો શેર કરતા પોતાનુ એક દુ:ખ દર્શાવ્યું છે. અભિનેત્રીએ તેના પ્રારંભિક સંઘર્ષમય દિવસ અંગે વાત કરતા જણાવ્યું કે તેને પણ ફિલ્મ નિર્માતાઓ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતી હતી. અભિનેત્રીએ પોતાના ખરાબ અનુભવને શેર કરતા જણાવ્યું કે સાઉથના એક ડાયરેક્ટરે તેને ખૂબ હેરાન કરી હતી. પિન્કવિલા મુજબ, અભિનેત્રીએ જણાવ્યું હતુ કે તંબોલીને ટોર્ચર કરવામાં આવ્યું હતુ પરંતુ તેનુ અપમાન પણ કરવામાં આવ્યું હતુ. તેણે વધુમાં જણાવ્યું કે અભિનેત્રીને તે સમયે ખૂબ ખોટુ લાગ્યું હતુ. અભિનેત્રી તંબોલીએ જણાવ્યું, સાઉથની મારી એક ફિલ્મ હતી. જેનો ડાયરેક્ટર ખૂબ ખરાબ હતો. તે સેટ પર ખૂબ ગેરવર્તન કરતો હતો. જે મારા કો-ડાન્સર્સ હતા તેના મારા કરતા વધુ વખાણ કરતો હતો. તે કહેતો હતો કે યાર ક્યાથી આવી છે આ. 

ફિલ્મ નિર્માતા નિક્કી સાથે કેમ કરતો હતો ગેરવર્તન?

નિક્કીએ વધુમાં જણાવ્યું, મને ખબર નહોતી કે તે ડાયરેક્ટર મારી સાથે આવુ કેમ કરતો હતો. કદાચ તે સમયે ભાષા બરોબર રીતે બોલી શકતી ન હતી. હું કહેવા માંગીશ કે તે વર્સ્ટ હતો. હું તેનુ નામ લેવા નહીં માંગુ પરંતુ તે ડાયરેક્ટરની સાથે કામ કરવુ મારા જીવનનો ખરાબ અનુભવ હતો. અભિનેત્રીએ જણાવ્યું કે આ મામલો ત્યારનો છે જ્યારે તે આ ડાયરેક્ટરની સાથે વિદેશમાં શૂટિંગ કરવા ગઇ હતી. અભિનેત્રીએ જણાવ્યું, હું ઘર આવી અને ખૂબ રડવા લાગી. આજે પણ તેણે મને મેસેજ કર્યો છે. દરેક વ્યક્તિનો ટાઈમ ચેન્જ થાય છે.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ