બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani vakri 2023 saturn going to retrograde outcry in lives of these zodiac signs

શનિ વક્રી / શનિના વક્રીથી સાવધાન.! આ રાશિના જાતકોના જીવનમાં મચશે હાહાકાર, ઊલટી ચાલ કરશે આવી રીતે હેરાન

Manisha Jogi

Last Updated: 05:54 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ ગોચર, અસ્ત ઉદય અને માર્ગી તથા વક્રીની માનવ જીવન પર વ્યાપક અસર પડે છે. શનિની ઉલ્ટી ચાલને કારણે કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર થઈ શકે છે.

  • શનિને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા માનવામાં આવે છે
  • શનિદેવના વક્રીના કારણે માનવ જીવન પર વ્યાપક અસર
  • કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર થઈ શકે

વેદ શાસ્ત્રોમાં ભગવાન શનિને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા માનવામાં આવે છે. શનિદેવ તમામ વ્યક્તિને કર્મ અનુસાર શુભ અશુભ ફળ પ્રદાન કરે છે. જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની કુદ્રષ્ટિ પડે તો શારીરિક, માનસિક તથા આર્થિક રૂપે હાનિ થઈ શકે છે. શનિ ગોચર, અસ્ત ઉદય અને માર્ગી તથા વક્રીની માનવ જીવન પર વ્યાપક અસર પડે છે. 17 જૂનના રોજ શનિદેવ રાત્રે 10:48 વાગ્યે વક્રી થવા જઈ રહ્યા છે, જેથી શનિદેવ હવે વક્રી ચાલ ચાલશે. શનિની ઉલ્ટી ચાલને કારણે કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર થઈ શકે છે. 

  • મેષ- કાર્યમાં લોકોથી અલગ થઈ શકાય છે, જે પણ મુશ્કેલીઓ આવે તેનું યોગ્ય નિવારણ લાવો. 
  • વૃષભ- આરોગ્યની સમસ્યા થઈ શકે છે. કેટલાક પ્રયોગને યોગ્ય બનાવવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે ઈચ્છા થઈ શકે છે. 
  • મિથુન- સમજી વિચારીને નિર્ણય લેવો. જે બાબતોમાં વધુ સમય લાગતો હોય તેમાં સમજી વિચારીને તાલમેલ બેસાડવો. 
  • કર્ક- પરિવારમાં એકતા જાળવી રાખો. ઘરના લોકો સાથે બોલાચાલી થઈ શકે છે. 
  • સિંહ- જૂના મિત્રો તથા સંબંધીઓ સાથે સંબંધ મજબૂત કરવા માટે મહેનત કરો.
  • કન્યા- નોકરી જવા માટેનો ડર રહી શકે છે. 
  • તુલા- નાણાંકીય સંપત્તિ તથા દેવા સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. 
  • વૃશ્વિક- અંગત સંબંધોમાં અસ્થિરતા આવી શકે છે. શનિની ઉલ્ટી ચાલના કારણે તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. 

ઉલ્ટી ચાલ-
જ્યારે કોઈ વ્યક્તિની સહી યોગ્ય ના હોય તો તે વ્યક્તિ શનિની ઉલ્ટી ચાલનો શિકાર છે, તેવું કહી શકાય છે. શનિ પ્રત્યે સંવેદનશીલ રહેવું. તમામ બાબતોએ ગંભીરતા જાળવતા શીખવું જોઈએ. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ