બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Shani Uday benefits to five zodiac

શનિ ઉદય / 24 ફેબ્રુઆરીએ શનિનો થશે ઉદય, આ પાંચ રાશિના જાતકોની ચમકશે કિસ્મત

Khyati

Last Updated: 06:10 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય પુત્ર શનિદેવનો 24 ફેબ્રુઆરીએ થવા જઇ રહ્યો છે ઉદય. કેટલીક રાશિના જાતકો અપાવશે રાજકીય યોગ તો કેટલાકને અપાવશે શેરબજારમાં ફાયદો

  • શનિ ઉદયની સમય હવે નજીકમાં
  • 24 ફેબ્રુઆરીએ શનિનો થશે ઉદય
  • 5 રાશિના જાતકોને થશે ફાયદો 

શનિદેવ જાન્યુઆરી 2022માં અસ્ત થયા હતા પરંતુ હવે તેમનો ઉદય થવાનો સમય થઇ ગયો છે.  શનિદેવને  કાર્ય અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિના ઉદય સાથે, કેટલીક રાશિઓને કાર્યક્ષેત્રમાં સફળતા અને કારકિર્દીમાં નવી તકો મળવાની શરૂઆત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ઉદયની સૌથી વધુ અસર 5 રાશિઓ પર પડશે. ત્યારે જાણીએ કઈ રાશિ પર શનિદેવની કૃપા રહેશે.

 મેષ
 મેષ રાશિના દશમું એટલે કે કર્મ, કરિયર ભાવમાં શનિનો ઉદય થઇ રહ્યો છે. મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જે તમારા ભાગ્ય ભાવમાં બિરાજમાન છે. આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં મોટું પદ મળી શકે છે. ક્યાંકથી નોકરીનો પણ પ્રસ્તાવ આવી શકે છે. નોકરિયાત વર્ગની આવકમાં વૃદ્ધિનો યોગ છે. વેપારીઓને પણ લાભ થશે.

 વૃષભ
 શનિના ઉદય સાથે તમારી કુંડળીમાં રાજ યોગ બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા કાર્યોમાં સફળતા મળશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મોટું પદ મળી શકે છે.

 કર્ક
કર્ક રાશિના સાતમા ભાવમાં શનિનો ઉદય થઈ રહ્યો છે એટલે કે વિવાહિત જીવન, ભાગીદારી. આ સમયે તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. શનિ સંબંધી ધંધો જેમ કે લોખંડ, તેલનો વેપાર કરતા  લોકોને વિશેષ લાભ મળી શકે છે.

તુલા
 તુલા રાશિના ચોથા ભાવમાં એટલે કે વાહન, માતા અને સુખ ભાવમાં શનિનો ઉદય થઈ રહ્યો છે.તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાની ભાવના છે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે. કાર્યસ્થળ પર તમને પ્રશંસા મળશે.

મકર
 મકર રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન રાજસત્તા મળી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મોટું પદ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વેપારીઓને નવા સોદાથી ફાયદો થઈ શકે છે. તમને શેરબજારમાં રોકાણનો લાભ મળશે. પ્રતિષ્ઠામાં વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ