બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani Gochar 2023 Saturn Transit in Aquarius make shubh yog for three zodiac signs

શનિ ગોચર 2023 / શનિદેવે પોતાની પ્રિય રાશિ કુંભમાં કર્યો પ્રવેશ, 3 વર્ષ સુધી 'રાજ' કરશે આ 3 રાશિઓ, બનશે અતિશુભ યોગ

Arohi

Last Updated: 02:40 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturn Transit in Aquarius: કર્મનું ફળ આપતા અને ન્યાયના દેવતા શનિદેવના મૂળત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યાના બાદ 2025ની શરૂઆત સુધી આજ રાશિમાં બિરાજમાન રહેશે. જેની અસર બધી રાશિઓમાં જોવા મળશે.

  • શનિ દેવને માનવામાં આવે છે ન્યાયના દેવતા  
  • શનિ દેવે કર્યો કુંભ રાશિમાં પ્રવેશ 
  • ત્રણ રાશિના લોકો પર થશે તેની સૌથી વધારે અસર 

વૈદિક શાસ્ત્ર અનુસાર જણાવવામાં આવ્યું છે કે દરેક ગ્રહ અને નક્ષત્ર એક નિશ્ચિત સમય સુધી જ એક રાશિમાં રહે છે અને ત્યાર બાદ પોતાનું રાશિ પરિવર્તન કરે છે. કર્મફળદાતા અને ન્યાયના દેવતા કહેવાતા શનિદેવ પણ 17 જાન્યુઆરીએ પોતાની પ્રિય રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. 

જણાવી દઈએ કે શનિદેવે મૂળત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યા બાદ 2025ની શરૂઆત સુધી કઈ રાશિમાં બિરાજમાન રહેશે. જેની અસર દરેક રાશિઓમાં જોવા મળશે. પરંતુ અમુક ખાસ રાશિઓમાં તેની ખાસ અસર જોવા મળશે. તો આવો જાણીએ આ લકી રાશિઓ વિશે. 

વૃષભ 
વૃષભ રાશિ માટે શનિદેવનું ગોચર શુભ સાબિત થવાનું છે. કારણ કે શનિદેવ તમારી કુંડળીના દશમા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. તેના ઉપરાંત તેમણે શશ રાજયોગનું પણ નિર્માણ કર્યું છે. 

આ સમયે તમારે તમારા કામોમાં સફળતા મળશે. નોકરી કરતા જાતકોને કરિયરમાં નવા અવસર પ્રાપ્ત થશે. વ્યાપારી વર્ગના લોકોને તગડો નફો પ્રાપ્ત થશે. 

મિથુન 
શનિદેવનું રાશિ પરિવર્તન મિથુન રાશિના નવમાં ભાવમાં થઈ રહ્યું છે. તેની સાથે જ પોતાની કુંડળીમાં પણ શશ મહાપુરૂષ રાજયોગ બની રહ્યો છે. તે સમયે તમારે કામ વખતે યાત્રા પર જવું પડી શકે છે. 

જે લોકો અવિવાહિત છે તેમને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. તમારા માટે આ રાજયોગ અઠી વર્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 

કુંભ 
શનિદેવનું આ રાશિ પરિવર્તન કુંભ રાશિમાં જ થયું છે. તમારા માટે આ અઢી વર્ષ રાજા જેવું જીવન આપશે. તે સમયે તમારા વ્યક્તિ્વમાં નિખાર આવી શકે છે. 

સાથે જ સંતાન પક્ષથી સુખદ સમાચાર થઈ શકે છે. દાંપત્ય જીવન જીવી રહેલા લોકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ