બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:57 PM, 13 April 2024
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ દોષમાં સૌથી વધુ કષ્ટદાયક છે શનિની સાડાસાતી. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
શનિની સાડાસાતી એ ગ્રહોની દશા છે જે સાડા સાત વર્ષ સુધી ચાલે છે અને તેના ત્રણ તબક્કા હોય છે. બધા ગ્રહોમાં શનિ સૌથી ધીમો ફરતો ગ્રહ છે. શનિનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
ADVERTISEMENT
શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ રહે છે. શનિદેવને કર્મનું ફળ આપનાર કહેવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ શુભ હોય છે, તેમના માટે શનિની સાડાસાતી ખૂબ જ ફળદાયી હોય છે. જયારે જે લોકોની કુંડળીમાં શનિ ભારે હોય અથવા શનિની સ્થિતિ નબળી હોય તેમને સાડાસાતીના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
શનિની સાડાસાતી વખતે નોકરીમાં અડચણ, પ્રગતિમાં અવરોધ, ધંધામાં ખોટ, પૈસાની અછત, દેવાનો બોજ, આર્થિક તંગી, શારીરિક નબળાઈ, થાક, આળસ અને રોગોનો પ્રકોપ સહન કરવો પડે છે.
શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિએ કોઈપણ જોખમી કામ કરવાથી બચવું જોઈએ. ઘર અથવા કાર્યસ્થળ પર કોઈની સાથે કોઈ કારણ વગર દલીલ કરવાનું ટાળવું જોઈએ. વાહન ચલાવતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ.
જૂઠું બોલવું, છેતરપિંડી કરવી, ચોરી કરવી, બીજાને હેરાન કરવા અને ખોટા માધ્યમથી પૈસા કમાવવા જેવી આદતોથી દૂર રહેવું જોઈએ. ક્રોધ અને લોભ પર નિયંત્રણ રાખો. વાસી અને બગડેલો ખોરાક ન ખાવો. નિયમિત સમયે સાત્વિક ખોરાક ખાઓ.
જે લોકો પર શનિ સાડાસાતી હોય તે લોકોએ રાત્રે એકલા મુસાફરી ન કરવી જોઈએ. શનિવાર અને મંગળવારે માંસ અને આલ્કોહોલથી દૂર રહો. આ બંને દિવસોમાં કાળા કપડાં કે ચામડાની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
સાડાસાતી દરમિયાન શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. દર શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. જ્યોતિષની સલાહ લીધા પછી તમે નીલમ રત્ન ધારણ કરી શકો છો. તેનાથી સાડાસાતીની અસર ઓછી થાય છે.
શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. શનિવાર અને મંગળવારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને કપડાંનું દાન કરો. જે લોકોની સાડાસાતી હોય તેમણે દરરોજ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
વધુ વાંચો: જો અપનાવશો વાસ્તુશાસ્ત્રના આ 4 ઉપાય, તો જીવનમાં ક્યારેય તમારું ખીસ્સું ખાલી નહીં રહે
ગરીબ, અસહાય અને પ્રાણીઓની સેવા કરવાથી પુણ્ય મળે છે અને શનિદેવ પ્રસન્ન થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ધ્યાન કરવું પણ શનિદેવને પ્રસન્ન કરવાનો સારો ઉપાય છે. શનિવારે કાળા કપડા અને તેલનું દાન કરવાથી સાડાસાતીથી રાહત મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.