બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 6,6,6,6... ઈશાન કિશને નામિબીયા સામેની મેચમાં કરી ધુઆધાર બેટિંગ, તોફાની ઈનિંગથી અનેક રેકોર્ડ્સ
Last Updated: 02:53 AM, 13 February 2026
ગુરુવારે 12 ફેબ્રુઆરીના રોજ નામિબિયા સામે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની 18મી મેચમાં ભારતીય ઓપનર ઇશાન કિશને શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં ઇશાને માત્ર 24 બોલમાં 61 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ઇશાન શરૂઆતથી જ આક્રમક મોડમાં દેખાયો અને નામિબિયાના બોલરોને હતાશ કર્યા. ઇશાને માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
ADVERTISEMENT
ઇશાન કિશને છઠ્ઠી ઓવરમાં જેજે સ્મિત બરાબરનો ધોયો હતો. જેમાં તેને પહેલા બોલમાં કોઈ રન બનાવ્યો નહતો પરંતુ પછી સતત 4 છગ્ગા ફટકાર્યા હતા. તેને છેલ્લા બોલ પર ફોર માર્યો હતો. ઇશાને જેજે સ્મિતની ઓવરમાં કુલ 28 રન બનાવ્યા હતા જે T20 વર્લ્ડ કપ મેચમાં એક જ ઓવરમાં ભારતીય બેટ્સમેન દ્વારા બનાવેલા રનની બીજી સૌથી વધુ રન છે.
Ishan Kishan ~ 1st ever Indian WK to Score Half Century in T20 Worldcup 🔥🔥 pic.twitter.com/RUyjHJ1oLe
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) February 12, 2026
ADVERTISEMENT
આ સાથે ઇશાન કિશને રોહિત શર્માની બરાબરી કરી હતી જેણે 2024ના T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્કને 28 રન ફટકાર્યા હતા. આ સંદર્ભમાં યુવરાજ સિંહ ટોપ પર છે જેને 2007ના T20 વર્લ્ડ કપમાં ઇંગ્લિશ બોલર સ્ટુઅર્ટ બ્રોડને એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા અને એક ઓવરમાં 36 રન બનાવ્યા હતા.
T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારનારાઓની યાદીમાં ઇશાન કિશન હવે ચોથા ક્રમે આવ્યો છે. T20 વર્લ્ડ કપમાં ઇશાન કરતાં ફક્ત યુવરાજ સિંહ, કેએલ રાહુલ અને રોહિત શર્માએ જ ઝડપી હાફ સેન્ચુરી ફટકારી છે. ઇશાન ટી20 વર્લ્ડ કપ મેચમાં પાવરપ્લેમાં પોતાની હાફ સેન્ચુરી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ઇશાન પહેલા માત્ર રોહિત શર્મા અને કેએલ રાહુલ જ આવું કરી શક્યા હતા. ઇશાન ટી20 વર્લ્ડ કપમાં હાફ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર પણ બન્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
આ મેચમાં ભારતીય ટીમે માત્ર 6.5 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. આ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી ટીમની સદી હતી. આ પહેલા નેધરલેન્ડ્સે 2014 માં સિલહટ ખાતે આયર્લેન્ડ સામે 7 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.