બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs NAM : બીજી T20 માં ભારતે નામિબિયાને 93 રને હરાવ્યું, ઈશાન અને હાર્દિક પંડ્યા ચમક્યા
Last Updated: 10:48 PM, 12 February 2026
આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે ફરી એકવાર પોતાનો દમ બતાવ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા ગ્રુપ-એના મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતે નામીબિયાને 93 રનોથી પરાજિત કરીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી. યુએસએ સામે જીત બાદ આ વિજયથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
ADVERTISEMENT
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 209 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. શરૂઆતમાં સંજુ સેમસન ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં માત્ર 8 બોલમાં 22 રન બનાવી આઉટ થયા. તેમ છતાં આ ઝડપી શરૂઆતએ ટીમને મોમેન્ટમ આપ્યું.
India march to a convincing win in Delhi to make it two in two at #T20WorldCup 2026 👊
— ICC (@ICC) February 12, 2026
📝: https://t.co/UajUMbf3Tn pic.twitter.com/8oOKDkAe11
ADVERTISEMENT
સંજુના આઉટ થયા પછી ઈશાન કિશન અને તિલક વર્માએ ઇનિંગ્સ સંભાળી. બંનેએ બીજા વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત પાયો આપ્યો. ઈશાન કિશને આક્રમક બેટિંગ કરતા માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. તેણે જેજે સ્મિટના એક જ ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકારીને 28 રન ઝૂંટવી લીધા. કુલ 24 બોલમાં 61 રન બનાવી તેણે ટીમને વિશાળ સ્કોર તરફ દોરી.
— BCCI (@BCCI) February 12, 2026
ADVERTISEMENT
કપ્તાન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા મોટી ઇનિંગ રમી શક્યા નહોતા, પરંતુ ત્યારબાદ હાર્દિક પંડ્યાએ જવાબદારી સંભાળી. હાર્દિકે શિવમ દુબે સાથે મળીને પાંચમા વિકેટ માટે 81 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. હાર્દિકે 28 બોલમાં 52 રન ફટકારી ટીમનો સ્કોર 200 પાર પહોંચાડ્યો. તેની ઇનિંગમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ રહ્યા.
અંતિમ બે ઓવરમાં ભારતે ઝડપી વિકેટ ગુમાવી હોવા છતાં 209 રનનો લક્ષ્યાંક નામીબિયા સામે પડકારરૂપ સાબિત થયો. નામીબિયાના કપ્તાન ગેરહાર્ડ ઇરાસ્મસે ચાર વિકેટ ઝડપી સારું પ્રદર્શન કર્યું, પરંતુ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા.
ADVERTISEMENT
Biggest win margin for #TeamIndia by runs in ICC Men's #T20WorldCup 💪
— BCCI (@BCCI) February 12, 2026
The #MenInBlue beat Namibia by 9️⃣3️⃣ runs to make it 2️⃣ victories in a row!
Scorecard ▶️ https://t.co/SQLoaZjq98#INDvNAM pic.twitter.com/b0PL2LLSbI
210 રનના લક્ષ્યાંકનો પીછો કરતા નામીબિયાની શરૂઆત નબળી રહી. ચોથા ઓવરમાં જ જાન ફ્રાઇલિંક આઉટ થયા બાદ દબાણ વધ્યું. ત્યારબાદ લોરેન સ્ટીનકેમ્પ અને જાન નિકોલ લોફ્ટી-ઈટન ભાગીદારી બનાવવા પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ મેચનું ચિત્ર બદલ્યું.
ADVERTISEMENT
વરુણ ચક્રવર્તીએ પોતાની મિસ્ટ્રી સ્પિનથી કહેર મચાવ્યો. તેણે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી અને નામીબિયાની મધ્યક્રમને ધ્વસ્ત કરી નાખ્યો. લોરેન સ્ટીનકેમ્પ, લોફ્ટી-ઈટન અને જેજે સ્મિટને પેવેલિયન મોકલી તેણે મેચ સંપૂર્ણપણે ભારત તરફ વાળી દીધી. અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે પણ મહત્વપૂર્ણ વિકેટ મેળવી નામીબિયાને કાબૂમાં રાખી.
નામીબિયાની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી અને આખરે ભારતે 93 રનની ભવ્ય જીત નોંધાવી. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં સંતુલિત પ્રદર્શન ભારતીય ટીમની સૌથી મોટી તાકાત બની રહી છે.
ADVERTISEMENT
આ મુકાબલામાં ઈશાન કિશનની તોફાની બેટિંગ, હાર્દિક પંડ્યાની જવાબદારીપૂર્ણ ઇનિંગ અને વરુણ ચક્રવર્તીની જાદુઈ બોલિંગ ચર્ચાનો વિષય બની છે. આગામી મુકાબલાઓમાં પણ ભારત આવી જ લય જાળવી રાખશે કે નહીં તે જોવા રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.