બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / Shampooing only 3 times a week most essential for hair?
Last Updated: 05:55 PM, 9 January 2024
ADVERTISEMENT
ચહેરાની સુંદરતાને સજાવવાની જવાબદારી જાણે વાળ પર હોય તેમ દરેક લોકોના સારા ખરાબ દેખાવમાં વાળ ખુબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. એટલે કે વાળને લીધે લોકોની સુંદરતા નક્કી થઇ શકે છે તેવું કહેવું પણ વધુ પડતું નથી. ત્યારે વાળને ક્લીન કરવા એ હેરકેરમાં સૌથી કોમન વસ્તુ છે. વાળને સાફ કરવામાં ન આવે તો ડેન્ડ્રફ, હેરફોલ અથવા તો ખંજવાળની સમસ્યા થવા લાગે છે. જેથી લોકો વાળાની દેખરેખ માટે ઘણી રીતો અપનાવે છે. આ રીતોમાંથી સૌથી કોમન છે શેમ્પુથી હેરવોશ કરવા. મોટાભાગના લોકો માર્કેટમાંથી સીધા જ શેમ્પુની ખરીદી કરે છે એ જોતા નથી કે તેના વાળ ક્યા પ્રકારના છે અને તેને કેવુ શેમ્પુ યુઝ કરવું જોઈએ. ત્યારે આ મામલે જાણો વિસ્તારથી.
ADVERTISEMENT
સલ્ફેટ વગરનું શેમ્પુ
હાર્શ ક્લીનિંગ એન્જન્ટ તરીકે સલ્ફેટનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. મોટાભાગના શેમ્પુમાં સલ્ફેટ નાખવામાં આવે જ છે જે વાળના નેચરણ ઓયલને નુકસાન પહોંચાડે છે. વાળના ડિપ ક્લીનીંગના ચક્કરમાં તેનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. જે વાળને નુકસાન પહોંચાડતું હોવાથી સલ્ફેટ વગરના જ શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ.
વધુ વાંચો: તો ઝેર સમાન બની જશે ચા, બનાવતા સમયે ક્યારેય ન કરવી જોઈએ આ એક ભૂલ
એન્ટી ડૈન્ડ્રફ શૈમ્પુ
માર્કેટમાં એન્ટી ડૈન્ડ્રફ શેમ્પુની ભરમાર જોવા મળશે. કારણ કે મોટાભાગના લોકો ડ્રૈન્ડ્રફથી પરેશાન હોય છે. જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં ન આવે તો વાળ ઝડપથી ખરવા લાગે છે. ડૈન્ડ્રફના કારણે માથામાં ખંજવાળ અને જલન થાય છે. આથી એન્ટી ડૈન્ડ્રફ શેમ્પુથી વાળનું ક્લીનિંગ કરવુ જોઈએ. સેલિસિલિક એસિડવાળા એન્ટી ડેન્ડ્રફ શેમ્પુથી બે ગણા લાભ થાય છે.
ક્લેરિફાઈંગ શેમ્પુ
જે લોકોના વાળ તૈલી અથવા ચીકણા હોય તો તેમને ક્લેરિફાંઈગ શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. જે ઉંડેથી સફાઈ કરે છે. ક્લેરિફાઈંગ શેમ્પુમાં સોડિયમ લૌરીલ સલ્ફેટ હોય છે જે વાળને સારી રીતે સાફ કરે છે. પણ તેનો રોજ ઉપયોગ કરવામાં આવે તો તે વાળને નુકસાન પહોંચાડે છે.
રંગને બચાવનાર શેમ્પુ
જે લોકોએ હાઈલાઈટિંગ અથવા વાળને કલર કરાવ્યો હોય તેમને કલર પ્રોટેક્ટિવ શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારના શેમ્પુને કલરવાળા વાળને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે.. તેમાં એવા યૂવી ફિલ્ટર હોય છે જે વાળને ઝડપથી ડલ કરતા બચાવે છે.
અઠવાડિયામાં કેટલી વાર શેમ્પુ કરવું જોઈએ?
અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત શેમ્પુ કરવું નોર્મલ છે. તમારા વાળના પ્રકારને ધ્યાનમાં રાખીને શેમ્પુની પસંદગી કરવી જોઈએ અને બને તો નિષ્ણાંતોની સલાહ લીધા બાદ જ શેમ્પુની પસંદગી કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.