બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Shahrukh Khans stumping came into controversy in the match between Gujarat Titans-Delhi Capitals by Rishabh Pant

IPL 2024 / VIDEO: ઋષભ પંતના સ્ટંપિંગ પર વિવાદનો મધપૂડો, શાહરુખ ખાનને કેમ આઉટ અપાયો તે સવાલ?

Vishal Dave

Last Updated: 11:13 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંતે એક નહીં પરંતુ બે બેટ્સમેનોના સ્ટમ્પિંગ કર્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

T20 વર્લ્ડ કપ પહેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ વિકેટકીપિંગમાં પણ સૌ કોઇના દિલ જીતી રહ્યો છે. પંતે 17 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે જબરદસ્ત સ્ટમ્પિંગ કર્યું હતું. તેણે તેને તેના ગુરુ મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી. પંતે એક નહીં પરંતુ બે બેટ્સમેનોના સ્ટમ્પિંગ કર્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, પંતના બીજા સ્ટમ્પિંગને લઈને ઘણો વિવાદ થયો હતો. જેમાં શાહરૂખ ખાન આઉટ જાહેર કરાયો હતો. 

ગુજરાતની ઈનિંગની નવમી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે પંતના હાથે બે ખેલાડીઓને સ્ટમ્પ કર્યા હતા. પંતે ઓવરના ત્રીજા બોલ પર અભિનવ મનોહરનુ સ્ટમ્પિંગ કર્યુ હતું. જે બાદ શાહરૂખ ખાન પાંચમા બોલ પર સ્ટમ્પિંગ થઈ ગયો હતો. પંત દ્વારા કરવામાં આવેલા બીજા સ્ટમ્પિંગને લઈને વિવાદ થયો હતો. સ્ટમ્બ્સે રાઉન્ડ ધ વિકેટ બોલ કર્યો. શાહરૂખ થોડો આગળ નીકળી ગયો હતો. તે બોલ રમી શક્યો ન હતો. વિકેટકીપર પંતે તેની ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેનું સ્ટમ્પિંગ કરી દીધું.

અમ્પાયરે કેમ આપ્યો આઉટ?

પંત બોલને યોગ્ય રીતે પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. બોલ તેના હાથમાંથી નીકળી ગયો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સ ટીમ નસીબદાર હતી કે બોલ સ્ટમ્પ પર પડ્યો હતો. શાહરૂખ તેની ક્રિઝની બહાર હતો પરંતુ શંકા હતી કે પંતનો હાથ પહેલા સ્ટમ્પને અડ્યો કે નહીં. રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ સ્ટમ્પ સાથે અથડાયો હતો. અમ્પાયરે લાંબી વિચારણા બાદ શાહરૂખને આઉટ આપ્યો હતો. પંતનો હાથ સ્ટમ્પને સ્પર્શ્યો હતો, પરંતુ બોલ સ્ટમ્પ પર અથડાતાં જ બેઇલ પડી ગયા હતા. આખરે શાહરૂખ ખાન ગોલ્ડન ડકનો શિકાર બન્યો. તેણે પેવેલિયન પરત ફરવું પડ્યું.

ગુજરાતના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા

ગુજરાત ટાઇટન્સ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે 89 રનમાં આઉટ થઈ ગઈ હતી. તેની આખી ટીમ માત્ર 17.3 ઓવર જ રમી શકી હતી. ગુજરાત માટે માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. રાશિદ ખાને 24 બોલમાં 31 રન, સાઈ સુદર્શને 9 બોલમાં 12 રન અને રાહુલ તેવટિયાએ 15 બોલમાં 10 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 8 રન, અભિનવ મનોહર 8, ડેવિડ મિલર 2 અને રિદ્ધિમાન સાહા 2 રન બનાવીને આઉટ થયા હતા. શાહરૂખ ખાન ખાતું ખોલાવી શક્યો ન હતો. દિલ્હી તરફથી મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સને 2-2 સફળતા મળી હતી. અક્ષર પટેલ અને ખલીલ અહેમદે 1-1 વિકેટ લીધી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ