બ્રેકિંગ ન્યુઝ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે રવિવારે સવારે ફાયરિંગની ઘટના બાદ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. ત્યારે હવે આ ઘટના બાદ સલમાનની સાથે શાહરૂખ ખાનની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે IPL મેચ દરમિયાન શાહરૂખ ખાન પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે કોલકાતા પહોંચ્યો હતો. શાહરૂખ 4 દિવસ કોલકાતામાં રોકાયો હતો.
ADVERTISEMENT
ગઈ રાત્રે શાહરૂખ ખાન કોલકાતાથી મુંબઈ જવા રવાના થયો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કિંગ ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુપરસ્ટાર શાહરૂખની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગત રાત્રે તેની સાથે સશસ્ત્ર ગાર્ડ, પોલીસ અને એરપોર્ટની સિક્યોરીટી જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો શાહરૂખ ખાન એરપોર્ટ પર પહોંચ્યો, શાહરૂખ ખાન કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ તેને સશસ્ત્ર ગાર્ડ્સ, પોલીસ અને એરપોર્ટ સિક્યોરિટીએ ઘેરી લીધો હતો.
Shah Rukh Khan leaving Kolkata after 4 days 🔥 pic.twitter.com/5pDWdwGDtP
— Riyaz (@RiyazSrkian) April 17, 2024
ADVERTISEMENT
એમ તો શાહરૂખ ખાન પાસે પોતાની પણ સિક્યોરીટી છે. પરંતુ સંજોગોને જોતા શાહરૂખ ખાનની સુરક્ષા પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વીડિયોમાં શાહરૂખ ખાન બ્લુ રંગની હૂડી અને કાર્ગો પેન્ટ પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાને પણ તમામ પ્રોટોકોલને ફોલો કર્યા. કિંગ ખાન સાથે તેની ટીમ પણ હાજર હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: શૂટર્સનો પ્લાનિંગ સલમાનને મારવાનો નહોતો, તો પછી ઘર પર શા માટે કર્યું ફાયરિંગ? થયો ચોંકાવનારો ખુલાસો
જણાવી દઈએ કે, રવિવારે સવારે લગભગ 5 વાગ્યે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયો હતો. બાઇક સવાર બે લોકોએ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કર્યો હતો. જો કે બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.