ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shahbaz ahmed replaces injured washington sundar for zimbabwe series.

પદાર્પણ / ઝીમ્બાબ્વે સામેની શ્રેણીમાં ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને રમશે RCBનો ધુરંધર ખેલાડી, BCCI ની જાહેરાત

Published By: Mayur

Last Updated: 02:33 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝીમ્બાબ્વે સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તેના સ્થાને પહેલી વખત શાહબાઝ એહમદને સ્થાન મળ્યું છે.

ADVERTISEMENT

  • ભારતીય ટીમમાં વધુ એક ખેલાડીનું ડેબ્યૂ 
  • વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થતાં લેવાયો નિર્ણય 
  • શાહબાઝ અહેમદને મળી તક 

ભારતીય ટીમ ઝીમ્બાબ્વે પ્રવાસે પહોંચી છે ત્યારે છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ જાળવવા જોર લગાવશે. છેલ્લા 25 વર્ષથી ઝીમ્બાબ્વેમાં ભારત શ્રેણી હાર્યું નથી. 

ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે.

ભારતીય ટીમ પોતાની આગામી મેચો ઝિમ્બાબ્વે સામે રમશે. અને તે માટેની તૈયારીઓ થઇ ચુકી છે ત્યારે તારીખ 18મી ઓગસ્ટથી ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે. આ પ્રવાસ માટે અગાઉ રાહુલની પસંદગી કરવામાં આવી ન હતી. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તેને ટીમમાં લેવામાં આવ્યો હતો અને શિખર ધવનની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અગાઉ ધવનને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

1997 બાદ ભારત એક પણ શ્રેણી હાર્યું નથી

ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ત્યાં 1992માં પહેલી વખત એક મેચની સિરીઝ રમી હતી. તેણે મેચ જીતી લીધી હતી. પાંચ વર્ષ બાદ ભારતે ઝિમ્બાબ્વેમાં પહેલી વખત શ્રેણી ગુમાવી હતી. યજમાન ટીમે બે મેચની શ્રેણી 1-0 થી જીતી લીધી હતી. 1997ની શ્રેણી બાદ ભારત ઝિમ્બાબ્વેમાં એક પણ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન તેણે યજમાન ટીમને ચાર વખત હરાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarati News Ind vs Zim shahbaz ahmed ક્રિકેટ news Ind vs Zim

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ