બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Second week of September will rain, Ambalal hot forecast, news super fast

2 મિનિટ 12 ખબર / સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદ પડશે, અંબાલાલની તપતી આગાહી, ઈસરોએ પ્રજ્ઞાનનો નવો વીડિયો બતાવ્યો

Dinesh

Last Updated: 07:16 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે તેમજ  27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે તો ત્યારબાદ સૂકું વાતાવરણ રહેશે. અલનીનોની અસરના કારણે વરસાદ નહિંવત્ રહેશે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. 

ambalal forecast arrival of meghraja in gujarat from today heat will increase

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે.  27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.

Rain will fall in Gujarat after this date: Ambalal Patel predicts

અમદાવાદમાં લાંબા સમયનાં વિરામ બાદ અચાનક શનિવારે સાંજે વરસાદી વાતાવરણ છવાયું હતું. અમદાવાદનાં જજીસ બંગ્લોઝ, વસ્ત્રાપુર સહિતનાં વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક થવા પામી હતી. તો બીજી તરફ મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી કરી હતી. લુણાવાડા,ધામોદ,લાલસર અને સાધકપુર સહિત વરસાદી માહોલ છવાયો છે.

Entry of rain in Ahmedabad after a long break, cold wave in the city

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP કલ્ચર શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા VIP દર્શનનો ચાર્જ લાગું કરવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે હિન્દુ સંગઠનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા VIP દર્શનના નિર્ણયનો મંદિરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. 

Protest against VIP darshan at Dakor Ranchodharai temple

રાજકોટમાં રમેશ ફેફરનું વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પોતાને કલ્કી અવતાર માનનાર રમેશ ફેફરનો બફાટ સામે આવ્યો છે.  રમેશ ફેફરે બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજ વિશે આપત્તિજનક ટીપ્પણી કરતા મામલો ગરમાયો છે. હિંદુ ધર્મ વિશે પણ અપમાનજનક ટીપ્પણી કરી છે.  જો કે, સમગ્ર બાબતને લઈ ઢોંગી રમેશ ફેફરની પોલીસે અટકાયત પણ કરી છે. રાજકોટના બ્રહ્મ સમાજના અગ્રણી સની જાનીએ જણાવ્યું કે, સમાજની લાગણી ન દુભાય તે માટે તેની સામે કાર્યવાહી થવી જોઇએ.વધુમાં કહ્યું કે, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. વધુમાં ઉમેર્યું કે, સમગ્ર મામલે રમેશ ફેફરે પણ પોતાના વકીલને બોલાવ્યા હતા અને રમેશ ફેફરે માફી માગી નથી.

Impostor Ramesh Pfeffer, who gave a controversial statement in Rajkot, has been detained by the police

GST department raids : રાજ્યમાં વધુ એકવાર GST વિભાગે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્ટેટ જીએસટી વિભાગે તમાકુની પેઢીઓ પર દરોડા પાડ્યા છે. સ્ટેટ જીએસટીએ તમાકુની 29 પેઢીઓના 58 સ્થળો રેડ પાડી તપાસ હાથ ધરી હતી. તમાકુની 29 પેઢીઓના 58 સ્થળો રેડ પાડી રૂપિયા 4.70 કરોડ કરચોરી પકડી પાડી છે. જે સમગ્ર મામલે જીએસટી વિભાગે રૂપિયા 2.75 કરોડની વસુલાત કરી છે.  ઉંઝા, મહેસાણા, સુરત, વાપી, વલસાડ અને રાજકોટ ખાતે સ્ટેટ જીએસટી વિભાગ સપાટો બોલાવ્યો છે.

State GST department raids 58 locations of 29 firms involved in tobacco trade

Bhavnagar News: ગુજરાત (Gujarat)માં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં રખડતા શ્વાને 8 વર્ષના બાળકનો જીવ લીધો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ભાવનગરના લોલિયા ગામે રહેતા શ્રમિક પરિવારના મુકેશ નીરદાસભાઈ મોરી નામના 8 વર્ષના બાળકને 2 માસ અગાઉ શ્વાન કરડ્યું હતું. જે બાદ મુકેશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નહોતો. સાથે જ તેને એન્ટી રેબિક રસી પણ અપાવવામાં આવી નહોતી. બે માસ બાદ મુકેશને હડકવા ઉપડતા માતા-પિતા તેને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મુકેશનું મૃત્યુ નિપજ્યું છે. કૂતરું કરડ્યા બાદ રસી ન આપવવાને કારણે બાળકને હડકવા ઉપડ્યો હતો. પરિવારની બેદરકારીના લીધે બાળકે જીવ ગુમાવ્યો છે. 

Such carelessness should never be done after a dog bite: Only 8-year-old child dies in Bhavnagar

દેશમાં વધુને વધુ લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરે તે માટે સરકાર અને આઇટી વિભાગ સમયાંતરે પ્રયાસો કરતા રહે છે. તેની અસર આ વર્ષે પણ જોવા મળી છે. આ વર્ષે લગભગ 6 કરોડ ટેક્સપેયર્સે આઇટીઆર ફાઇલ કર્યું છે. પરંતુ આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમણે આઇટીઆર ફાઇલ કર્યું છે પરંતુ તેનું ઇ-વેરિફિકેશન કર્યું નથી. આવકવેરા વિભાગે આવા કરદાતાઓ માટે ચેતવણી જારી કરી છે. આઈટી વિભાગની ચેતવણીમાં કહેવાયું છે કે જે લોકો રિટર્ન ફાઈલ કર્યું છે તેમણે ફાઈલના 30 દિવસની અંદર ઈ વેરિફિકેશન કરી લેવું પડશે નહિંતર તેમને પેનલ્ટી સહિત બીજું ઘણું નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. 

ITR verification: Income tax department has this important message for taxpayers

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર જે જગ્યાએ ચંદ્ર પર ઉતર્યું છે તેને 'શિવ શક્તિ' નામ આપવામાં આવશે. PM મોદીની આ જાહેરાત બાદ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે મોદીએ કેવી રીતે લેન્ડિંગ પોઈન્ટનું નામ 'શિવ શક્તિ' રાખ્યું, તેઓ ચંદ્રના માલિક નથી.કોંગ્રેસ નેતાએ કહ્યું કે, PM મોદીના આ નામકરણ પછી દુનિયા આપણા પર હસશે. આ મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જો યુપીએ સરકાર હોત તો તેઓ ચંદ્ર પર ઈન્દિરા પોઈન્ટ અને રાજીવ પોઈન્ટના નામની જાહેરાત કરી દેત.

The Congress leader said - PM Modi is the owner of the moon which has been named?

ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગના 3 દિવસ બાદ રોવરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ઈસરોએ તેના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં રોવર ચંદ્રયાન જે ઠેકાણે ઉતર્યું છે તે પોઈન્ટ પર ટહેલતું જોવા મળી રહ્યું છે. રોવર 14 દિવસ સુધી ચંદ્રની ધરતી પ ફરી ફરીને ચંદ્રની માહિતી ભેગી કરશે અને પૃથ્વી પર મોકલી આપશે.આજે ઈસરોના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે જે બિંદુ પર ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું તેને 'શિવ શક્તિ' નામ આપવામાં આવ્યું છે જ્યારે આપણે શિવ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે શુભમની વાત કરીએ છીએ અને જ્યારે આપણે શક્તિની વાત કરીએ છીએ, ત્યારે આપણે મારા દેશની સ્ત્રી શક્તિની વાત કરીએ છીએ. આ સિવાય ચંદ્રયાન-2 પોઈન્ટને 'તિરંગા' નામ આપવામાં આવ્યું છે.

 

ભારતનું પહેલું માનવીય અવકાશી મિશન ગગનયાન મિશન ઓક્ટોબરમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. ગગનયાન મિશનમાં 3 અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવામાં આવશે પરંતુ તેની સાથે એક મહિલા રોબોટને પણ લઈ જવાની તૈયારી ચાલી રહી છે અને આજે કેન્દ્રીય વિજ્ઞાન મંત્રીએ આજે તેનું એલાન પણ કરી દીધું. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુણયાન મિશનને લઈને કહ્યું છે કે ભારત ગગનયાન મિશનમાં મહિલા રોબોટ 'વ્યોમિત્ર' મોકલશે. ઑક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં ટેસ્ટ સ્પેસ ફ્લાઇટનો પ્રયાસ કરવામાં આવશે. ગગનયાન પ્રોજેક્ટમાં કોરોનાને કારણે વિલંબ થયો હતો. હવે અમે ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ ટેસ્ટ મિશનનું આયોજન કરી રહ્યા છીએ. અવકાશયાત્રીઓને પાછા લાવવું એ તેમને મોકલવા જેટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે 'બીજા મિશનમાં એક મહિલા રોબોટ હશે અને તે તમામ માનવ પ્રવૃત્તિઓની નકલ કરશે. જો બધું બરાબર થાય તો આપણે આગળ વધી શકીએ. 

ભારતની અંધ ક્રિકેટરો પણ ઓછી ઉતરે તેવી નથી. અદ્દભુત સાહસનો પરિચય આપતાં ભારતીય અંધ મહિલા ક્રિકેટ ટીમે શનિવારે IBSA વર્લ્ડ ગેમ્સ 2023માં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો અને પહેલી વાર ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 114 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે વરસાદ પ્રભાવિત ઇનિંગમાં 3.3 ઓવરમાં સુધારેલો સ્કોર પૂરો કરી લીધો હતો. આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ ગેમ્સમાં આ વર્ષે દૃષ્ટિહીન લોકો માટે ક્રિકેટની શરૂઆત થઈ હતી. વર્લ્ડ ગેમ્સમાં આ પ્રથમ ફાઇનલ હતી અને ભારતે વરસાદથી પ્રભાવિત મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું.

India Women's Blind Cricket Team Wins Gold Medal at IBSA World Games 2023

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ