બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Saurashtra rains:The bridge over the Fofal river from Jamkandora to Gondal collapsed

રાજકોટ / સૌરાષ્ટ્રમાં મેઘાના તાંડવથી ફોફળ નદી ઉફાન પર, જામકંડોરણાથી ગોંડલ જતા મુખ્ય માર્ગનો પુલ ધરાશાયી, લોકો અટવાયા

Vishnu

Last Updated: 05:53 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજી-ઉપલેટા તેમજ  જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં 6 દિવસથી અવિરત વરસાદ, રસ્તા પર ખાડે ખાડા, ઘરવખરી પાણીમાં,ફોફળ નદીનો પુલથયો ધારાશાયી

  • મેઘાએ સર્જ્યો વિનાશ
  • ફોફળ નદીનો પુલ ધરાશાયી
  • ભારે વરસાદને લીધે નદી ઉફાન પર છે.

જ્યારે ચોમાસું આવે છે એટલે મુશ્કેલી શરૂ થઈ જાય છે, લોકો પરેશાન થાય છે અને ચોમાસું ગયા બાદ તે મુશ્કેલીનું પણ આવી જાય છે. પરંતુ કરોડોનાં આંધણ સાથે  રાજકોટના મોટાભાગના તાલુકાઓમાં પહેલા વરસાદ સાથે ડામરના રસ્તા માટીના રસ્તા બની ગયા છે. તો ક્યાંય મુખ્યમાર્ગનો પુલ બેસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફોફળ નદી પરનો પુલ ધરાશાયી
જેતપુરમાં ભારે વરસાદને કારણે જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પુલ ધરાશાયી થયો છે. ધોધમાર વરસાદ પડતા લેધિકા અને ગોંડલનું પાણી ફોફળ નદીમાં આવ્યું છે. જેને કારણે પુલ ધરાશાયી થયો છે. પુલ બેસી જવાથી જામકંડોરણાથી ગોંડલ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ વિસ્તારમાં આ પુલ સિવાય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી હાલ જામકંડોરણાથી ગોંડલ અન્ય બહારના માર્ગ પસંદ કરવા સૂચન કરવામાં આવ્યું છે. 

ઘરવખરી પલડી ગઈ..!
તો બીજી તરફ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અવિરત વરસાદ પડી રહ્યો છે..સતત વરસાદને કારણે જેતપુરના ઉમરાળી અને મેવાસા ગામમાં પાણી ફરી વળ્યા છે.. મેઘો મન મૂકીને વરસતા કારણે ગ્રામજનોની ઘર વખરી પણ પલડી છે. સતત 6 દીવસથી વરસાદ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસી રહ્યો છે. 

રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
આજે ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ જોવા મળ્યો છે. નાગવદર, ખાખી જાળીયા, ભાયાવદર, મજેઠી, લાઠ, ભીમોરામાં ભારે વરસાદ થયો છે.હાલ સુધીમાં 2 ઈંચથી પણ વધારે વરસાદ વરસી પડ્યો છે. ઉપલેટાના જવાહર રોડ, જિકરિયા ચોક, ચકલી ચોરા, કટલેરી બજાર, સતીમાંની ડેરી વિસ્તારમાં પાણી જ પાણી છે.

શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Fofal river Jamkandora to Gondal road Saurashtra rain bridge collapsed ફોફળ નદી બ્રિજ ધરાશાયી વરસાદ આગાહી સૌરાષ્ટ્ર વરસાદ Fofal river
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ