બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Saturday Remedies shaniwar na upay mustord oil remedies shani dosh will be reduced

આસ્થા / સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં થશે વધારો, જો દર શનિવારે અપનાવશો આ ઉપાય

Arohi

Last Updated: 08:43 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturday Remedies: શનિવારના દિવસે ભગવાન શનિ દેવની પૂજા કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે. તેના ઉપરાંત શનિવારના દિવસે આ ખાસ ઉપાયોને કરવાથી અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

શનિવારના દિવસે ભગવાન શનિ દેવની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમે પણ શનિની સાડેસાતી અને ઢૈય્યા જેવા દોષથી છુટકારો મેળવવા માંગો છો તો શનિવારના દિવસે શનિ દેવને તલ અને તેલ જરૂર અર્પિત કરો. તેની સાથે જ દર શનિવારે પીપળના ઝાડની નીચે દિવો કરવાને પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. 

શનિવારે કરો આ ઉપાય 
ઘરમાં શાંતિ માટે 

જો તમારા પરિવારના સદસ્યોની વચ્ચે ઝગડા થઈ રહ્યો છે જેનાથી ઘરની સ્થિતિ અશાંત રહે છે તો પૂર્વા ફાલ્ગુણી નક્ષત્રમાં એક માટીના દિવામાં ચાર કપૂર મુકી તેને સળગાવો. આ દિવાની આખા ઘરમાં ધૂપ કરો અને બાદમાં તેને પોતાના ઘરના મંદિરમાં રાખો.

દરેક કામમાં સફળ થવા માટે 
જો તમે પોતાના જીવનમાં દરેક કામ સફળ થાય તે માટે અને શુભ ફળ સુનિશ્ચિત કરવા માંગો છો તો આજના દિવસે તમને ઢાંક કે પલાશના વૃક્ષની ઉપાસના કરવી જોઈએ. જો આસપાસ ક્યાંય વૃક્ષ હોય તો તેના મૂળમાં જળ અર્પિત કરો. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે તમે આજના દિવસે ઢાંક કે પલાશના વૃક્ષને કોઈ પ્રકારની હાની ન પહોંચાવો.

વેપારમાં મંદી હોય તો કરો આ ઉપાય
જો તમારા વેપારમાં મંદી ચાલી રહી છે અને તમે પોતાના કામને આગળ વધારવા માંગો છો તો આજના દિવસે એક માટીના વાસણમાં મધ ભરી તેને ઢાંકણ લગાવી તેને ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રાખો અને આજનો આખો દિવસ ત્યાં જ રહેવા દો. બીજા દિવસે તેને લઈન મનમાં તમારા વેપારની પ્રગતિ માટે પ્રાર્થના કરી તેને કોઈ એકાંત જગ્યા પર મુકી આવો. 

ધન-ધાન્ય અને ભૌતિક સુખો માટે 
જો તમે ધન-ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો મેળવવા માંગો છો તો આજના દિવસે એક પલાશના ફૂલ અને સાથે જ એક એકાક્ષી નારિયેલને એક સફેદ રંગના કપડામાં બાધીને તેને પોતાની તિજોરીમાં કે પોતાના ઘરમાં જે સ્થાન પર ધન મુકો છો ત્યાં મુકી દો. 

શનિની ઢૈય્યાથી બચવા 
શનિની ઢૈય્યાના પ્રભાવથી બચવા માટે આજના દિવસે એક કટોરીમાં સરસવનું તેલ લઈને તેમાં એક રૂપિયાનો સિક્કો મુકી તેમાં પોતાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરો અને પછી તેને દાનમાં આપીદો. આ ક્રિયા 7 શનિવાર સુધી કરો. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થશે. 

વધુ વાંચો: જન્મતારીખ મુજબ જુઓ આજે તમને થશે કયો લાભ, આ લોકોનું આર્થિક પાસું બનશે મજબૂત

તબીયત ખરાબ રહેતી હોય તો કરો આ ઉપાય 
જો તમારી તબીયત સારી નથી રહેતી તો આજના દિવસે જવારના લોટની રોટલી બનાવી ગાયને ખવડાવો અને હાથ જોડીને આશીર્વાદ લો. પરંતુ જો તમે જવારના લોટની રોટલી ન બનાવી શકો તો આખા જવારના દાણા કોઈ મંદિરમાં દાન કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ