ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sarfaraz khan India vs England half century video

ક્રિકેટ / VIDEO: સરફરાજ ખાનનું તોફાની ડેબ્યૂ, પ્રથમ રન લેતા જ પત્નીએ બુરખો હટાવી આપી ફ્લાઇંગ કિસ

Published By: Vaidehi

Last Updated: 06:06 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેંડની સામે ચાલી રહેલ તૃતિય ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ડેબ્યૂ કરનારા બેટર સરફરાજઝ ખાને ધમાકેદાર એન્ટ્રી લેતાં 48 બોલમાં હાફ સેંચુરી ફટકારી દીધી.

ADVERTISEMENT

  • ઈંગ્લેંડ vs ઈન્ડિયાની તૃતિય ટેસ્ટમાં આ ખેલાડીનું દમદાર પ્રદર્શન
  • ડેબ્યૂ કરનારા બેટર સરફરાઝે ફટકારી હાફ સેંચૂરી
  • કેપ્ટન રોહિતથી લઈને પિતા-પત્ની સૌકોઈમાં ખુશીની લહેરકી

ઈંગ્લેંડની સામે ચાલી રહેલ તૃતિય ટેસ્ટ મેચનાં પહેલાં દિવસે ડેબ્યૂ કરનારા બેટર સરફરાઝ ખાને ધમાકેદાર એન્ટ્રી લેતાં 48 બોલમાં હાફ સેંચૂરી ફટકારી દીધી છે. તેમણે અંગ્રેજ બોલર્સને પોતાની આ દમદાર પર્ફોર્મન્સથી ચોંકાવી દીધું છે. ભારતીય ટીમ મેચ દરમિયાન પોતાની પહેલી ઈનિંગમાં થોડી લથડતી જોવા મળી હતી પણ સાંજ થતાં-થતાં તૃતીય સેશન સુધી મજબૂત સ્થિતિમાં આવી ગઈ. ટોસ જીત્યાં બાદ કેપ્ટન રોહિત શર્માએ પહેલા-પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. બેટિંગ કરવા માટે આવેલા ઓપનિંગ બેટર યશસ્વી જયસવાલ વહેલા આઉટ થઈ ગયાં જે બાદ શુભમન ગિલ પણ ખાતું ખોલ્યાં વિના પાછા ફકી ગયાં.

પછી સરફરાઝ ખાનની એન્ટ્રી થઈ
જ્યારે રજત પાટીદાર પણ મેદાન પર કંઈ ખાસ કરી ન શક્યાં અને 5 રનમાં પેવેલિયન ફરી ગયાં ત્યારે કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉંડર રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ સંભાળી અને સ્કોરને 200ને પાર લઈ ગયાં. રોહિત શર્માએ સેંચુરી ફટકારી અને 196 બોલમાં 131 રન બનાવ્યાં. જ્યારે તેઓ આઉટ થયાં ત્યારે ડેબ્યૂ કરનારા ખેલાડી સરફરાઝ ખાન મેદાનમાં ઊતર્યાં. બેટ હાથમાં પકડતાંની સાથે જ તેમણે પોતાનો મસલ પાવર બતાવી અને અંગ્રેજ બોલર્સને ચોંકાવી દીધાં. માત્ર 48 બોલમાં પોતાની હાફ સેંચુરી ફટકારી દીધી.

કેપ્ટન,પત્ની અને પિતા સૌએ વખાણ કર્યાં
સરફરાઝ ખાનનાં ધમાકેદાર પર્ફોર્મન્સથી કેપ્ટન રોહિત શર્મા પણ ખુશ થયાં. કેપ્ટને તેમની પીઠ થપથપાવી અને તેમનું પ્રોત્સાહન કર્યું. એટલું જ નહીં પિતાનાં આંખોમાં આંસૂ આવી ગયાં હતાં. પત્નીએ તો ખુશ થઈને બુર્ખો હટાવીને પોતાના પતિને ફ્લાઈંગ કિસ આપી અને તાળીઓ વગાડી હતી.

વધુ વાંચો: VIDEO : રોહિત-જાડેજાની ધમાકેદાર સદી, સરફરાઝની ડેબ્યૂ ફિફ્ટી, રાજકોટ ટેસ્ટમાં ભારત મજબૂત, સીરિઝનો ચાન્સ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Sarfaraz Khan ક્રિકેટ ટીમ ઈન્ડિયા સરફરાઝ ખાન Sarfaraz Khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ