બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / India vs England 3rd Test Day 1: IND 326/5 at Stumps on DAY 1; Rohit, Jadeja score centuries

ક્રિકેટ / VIDEO : રોહિત-જાડેજાની ધમાકેદાર સદી, સરફરાઝની ડેબ્યૂ ફિફ્ટી, રાજકોટ ટેસ્ટમાં ભારત મજબૂત, સીરિઝનો ચાન્સ

Hiralal

Last Updated: 06:19 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતે રમતને અંતે 5 વિકેટમાં 326 રન બનાવીને મજબૂત સ્થિતિ ઊભી કરી દીધી છે.

  • રાજકોટ ટેસ્ટમાં રમતને અંતે ભારતનો સ્કોર 326/5 
  • રોહિત 131 જાડેજાના 110 અને સરફરાઝના 62 રન 
  • યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ ફેલ 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમે દિવસની રમતના અંત સુધી 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા.

રોહિત-રવિન્દ્રની સદી, ડેબ્યૂ મેચમાં સરફરાઝની ફિફ્ટી 
ત્રીજી ટેસ્ટમાં રોહિત-રવિન્દ્ર અને પહેલી વાર ટેસ્ટ રમી રહેલા સરફરાઝની ફિફ્ટીથી ટીમ ઈન્ડીયાએ મજબૂત સ્કોર બનાવ્યો હતો. રોહિતે 196 બોલમાં 131 રન બનાવ્યાં હતા તો જાડેજાએ 198 બોલમાં સદી ફટકારી હતી. સરફરાઝે પણ ડેબ્યૂ મેચમાં સારુ પર્ફોમન્સ કર્યું હતું અને 62 રન કર્યાં હતા. 

કેવી રહી ભારતની શરુઆત 
ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો. યશસ્વી જયસ્વાલ 10 રનમાં માર્ક વૂડના બોલ પર કેચ આઉટ થયો હતો ત્યાર બાદ શુભમન ગિલ પણ ખાસ કંઈ ન કરી શક્યો અને 0 માં આઉટ થયો હતો. રજત પાટીદાર પણ 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત અને જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી થઈ હતી. 

ઈંગ્લેન્ડના માર્ક વુડે 3 વિકેટ ઝડપી 
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વુડે બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિનર ટોમ હાર્ટલીને 1 સફળતા મળી હતી.

સરફરાઝના પિતા અને પત્ની મેદાનમાં રડવા લાગ્યા 
ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ અને ધ્રૂવ જુરેલ પણ ડેબ્યૂ મેચ રમી રહ્યાં છે. મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને અનિલ કુંબલેએ ડેબ્યૂ કેપ આપી હતી. આ સાથે જ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને દિનેશ કાર્તિકે ટેસ્ટ કેપ આપી હતી. આ દરમિયાન સરફરાઝના પિતા નૌશાદ ખાન અને પત્ની રોમાના ઝહુર ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

રોહિત શર્માએ કર્યાં મોટા રેકોર્ડ
ટીમ ઈન્ડીયાનો હીટમેન રોહિત શર્માએ રાજકોટમાં રંગ રાખી દીધો છે. રોહિતે રેહાન અહમદની સામે 2 રન લઈને કરિયરની 11મી સદી પૂરી કરી હતી. રોહિતની ઈંગ્લેન્ડ સામે આ ત્રીજી સદી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની 3જી ટેસ્ટમાં રોહિતનું આ મોટું કારનામું છે. હજુ તો ગઈ કાલે આ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થયું હતું અને આજે રોહિત તેમાં ધમાકેદાર સદી ફટકારીને ઈંગ્લેન્ડે બેકફૂટ પર મૂકી દીધું હતું. ત્રીજી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ પણ 131 રન ફટકાર્યાં હતા. રોહિતે આ મેચમાં મોટા રેકોર્ડ કર્યાં છે. તેણે ધોનીનો સૌથી વધારે સિક્સરનો તોડ્યો છે. હવે તેને નામે 79 સિક્સર છે, જ્યારે ધોનીના નામે 78 સિક્સર છે. આટલું જ નહીં, હવે તે ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયો છે. તેનાથી આગળ માત્ર વીરેન્દ્ર સેહવાગ છે વીરેન્દ્ર સેહવાગના નામે 91 સિક્સર છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેન સ્ટોક્સને નામે સૌથી વધુ સિક્સ 
જો ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ સિક્સર ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે. સ્ટોક્સે 128 સિક્સર ફટકારી છે જ્યારે બ્રેન્ડન મેક્કુલમે 107 સિક્સર ફટકારી છે. ત્રીજા નંબર પર એડમ ગિલક્રિસ્ટ છે. તેના નામે 100 સિક્સર છે. આ ત્રણેય બેટ્સમેનો ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે ત્રીજા આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યા છે. રોહિત શર્મા જે ઝડપે આગળ વધી રહ્યો છે તે જોતાં તેના નામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ બની શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ): 128 છગ્ગા
બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ): 107 છગ્ગા
એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા): 100 સિક્સર
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ): 98 છગ્ગા
જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા): 97 છગ્ગા
વિરેન્દ્ર સેહવાગ (ભારત): 91 છગ્ગા

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ : 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (ઇંગ્લેન્ડ 28 રનથી જીત્યું)
બીજી ટેસ્ટ : 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ભારતનો 106 રનથી વિજય)
ત્રીજી ટેસ્ટ : 15-19  ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ : 23-27 ફેબ્રુઆરી, રાંચી
5મી ટેસ્ટ : 7-11 માર્ચ, ધર્મશાળા 

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ભારત પાસે સીરિઝ જીતવાની તક 
હાલમાં ઈંગ્લેન્ડ અને ભારત 1-1 મેચ જીતીને બરાબર સ્થિતિમાં છે. જો ભારત રાજકોટની ટેસ્ટ જીતી જાય તો સીરિઝ તેને નામે થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ