બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / saraswati vaidya murder update news on mira road

લિવ ઈન પાર્ટનર મર્ડરમાં ટ્વિસ્ટ / સેક્સ એડિક્ટ નીકળ્યો કૂકરમાં પ્રેમિકાના ટુકડા બાફનારો, મોબાઈલમાં મળ્યું એવું એવું કે પોલીસ ચોંકી ઉઠી

Hiralal

Last Updated: 03:03 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ નજીકના થાણેમાં લિવ ઈન રિલેશન પાર્ટનર સરસ્વતી વૈદ્યની ઘાતકી હત્યાના આરોપી મનોજ સાનેના મોબાઈલમાં પોલીસને અનેક મહિલાઓ સાથેની સેક્સી ચેટ મળી છે.

  • મુંબઈ નજીકના થાણેમાં સરસ્વતી વૈદ્યની ઘાતકી હત્યાનો મામલો
  • લિવ ઈન રિલેશનમાં રહેતા મનોજ સાનેએ કર્યાં હતા 35 ટુકડા
  • મોબાઈલની તપાસમાં મનોજ સાને નીકળ્યો સેક્સ એડિક્ટ 
  • અનેક મહિલાઓ સાથેની સેક્સી ચેટ મળી, ફિઝિકલ રિલેશનનો પણ દાવો 

(saraswati vaidya murder) મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં લિવ ઇન પાર્ટનરની ઘાતકી હત્યાની તપાસમાં ઘણા રહસ્યો બહાર આવી રહ્યાં છે. પોલીસ પૂછપરછ માં ખુલાસો થયો હતો કે મનોજ સાને સેક્સ એડિક્ટ છે. પોલીસને તેના મોબાઈલમાંથી અનેક મહિલાઓ સાથેની સેક્સ ચેટ પણ મળી આવી છે, તેણે દાવો કર્યો હતો કે તેના અનેક મહિલાઓ સાથે ફિઝિકલ રિલેશન છે. આ વાતે સરસ્વતી સાથે તેનો ઝગડો થયો હતો અને તેથી તેને મારીને ટુકડા કરીને ફેંકી દીધા હતા. 

ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા 
પૂછપરછ દરમિયાન મનોજે કબૂલાત કરી હતી કે, તેણે બીજી ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસને મનોજ સાનેના મોબાઇલમાંથી ઘણી મહિલાઓની ચેટ મળી છે. એવું માનવામાં આવે છે કે કદાચ આ જ કારણ છે કે સરસ્વતીનો તેમની સાથે ઝઘડો થયો હતો. મનોજ ઘણી ડેટિંગ એપ્સ પર પણ એક્ટિવ હતો. આ માટે તે ઘણી મહિલાઓ સાથે જોડાયેલો હતો. મનોજ સાનેના મોબાઈલની તપાસ કર્યા બાદ પોલીસને ખબર પડી કે મનોજ સેક્સ એડિક્ટ છે. મનોજે થોડા વર્ષો પહેલા નાલાસોપારા પૂર્વના તુંગરેશ્વર મંદિરમાં સરસ્વતી સાથે લગ્ન કર્યા હતા.

વૃક્ષ કાપવાના મશીનથી સરસ્વતીના શરીરના ટુકડા 
આરોપી મનોજ સાનેના મોબાઇલમાંથી ઘણા રહસ્યો બહાર આવી રહ્યા છે. મૃતક સરસ્વતી વૈદ્યના ડીએનએ પણ શબના ટુકડા સાથે મેચ થયા છે. આરોપી મનોજ સાનેએ તેની 32 વર્ષીય લિવ-ઇન પાર્ટનર સરસ્વતીની હત્યા કરી હતી, તેના શબના ટુકડાઓ પ્રેશર કૂકરમાં ઉકાળ્યા હતા અને તેને શેરીના કૂતરાઓને ખવડાવી દીધા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે વૃક્ષ કાપવાના મશીનથી સરસ્વતીના શરીરના ટુકડા કર્યાં હતા. 

લાશના 35 ટુકડા કરીને કૂકરમાં બાફ્યાં 
આરોપીઓએ મુંબઈને અડીને આવેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મીરા-ભાયંદર વિસ્તારમાં એક બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લેટમાં ઘાતકી હત્યા કરી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આરોપીએ પ્રેમિકાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. 

હત્યા પહેલા માર્બલ-કટિંગ કટર મશીન ખરીદ્યું 
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મનોજે 3 જૂને રાત્રે 10-12 વાગ્યાની વચ્ચે સરસ્વતીની હત્યા કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે હત્યાના થોડા મહિના પહેલા, તેણે માર્બલ-કટિંગ કટર મશીન અને 4 જૂનના રોજ, વૃક્ષ કાપવાનું મશીન ચેઈનસો ખરીદ્યું હતું અને તેનાથી તેણે સરસ્વતીના શબના ટુકડા કરી નાખ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ