ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / sanju samson captain of india a team one day series india a vs new zealand a bcci

ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સંજૂ સૈમસનને મળી મોટી જવાબદારી, BCCIએ વન ડે સીરીઝ માટે કેપ્ટન બનાવ્યો

Published By: Pravin

Last Updated: 04:01 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સેમસન પર ભરોસો મુક્યો છે અને તેને ઈંડિયા એ ટીમનો કેપ્ટન બનાવી દીધો છે.

ADVERTISEMENT

  • ટી 20 વર્લ્ડ કપની ટીમનું એલાન થયું હતું
  • તેમાં બાકી રહેલા ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તક આપી
  • આ સીરીઝ માટે સંજૂ સૈમસનને કેપ્ટન બનાવ્યો

ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમે એલાન કર્યા બાદ કેટલાય ખેલાડીઓની પસંદગી ન થતાં ચર્ચા થઈ રહી હતી. ખાસ કરીને વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સેમસનને ફરીથી નજરઅંદાજ કરતા ફેન્સ નારાજ થઈ ગયા છે. વર્લ્ડ કપ માટે ભલે સેમસનને ફરીથી મોકો ન મળ્યો હોય, પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સેમસન પર ભરોસો મુક્યો છે અને તેને ઈંડિયા એ ટીમનો કેપ્ટન બનાવી દીધો છે. સેમસન ટૂંક સમયમાં જ ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ શરુ થનારી વન ડે સીરીઝ માટે ટીમની કેપ્ટનસી કરશે.

બીસીસીઆઈ દ્વારા પસંદ કરાયેલી 16 સભ્યોની ટીમમાં મોટા ભાગના એવા ખેલાડીઓ છે, જે વર્લ્ડ કપમાં ટીમમાં પસંદ થવા માટે દાવેદાર હતા, પણ તેમને ઓસ્ટ્રેલિયન ધરતી પર થનારી ટૂર્નામેન્ટ માટે ચાન્સ નથી મળ્યો, આ ખેલાડીઓમાં સેમસન ઉપરાંત પૃથ્વી શો, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુર, ઉંમરાન મલિક જેવા પ્લેયરનું નામ સામેલ છે, હવે આ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ સીરીઝમાં સારુ પ્રદર્શન કરીને પસંદ કર્તાનું ધ્યાન આકર્ષિત કરવા માગશે.

ભારત એ ટીમ-

પૃથ્વી શો, અભિમન્યૂ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, સંજૂ સૈમસન (કેપ્ટન), કેએસ ભરત (વિકેટ કીપર), કુલદીપ યાદવ, શાહબાઝ અહમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંગદ બાવા.

ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ વન ડે સીરીઝની ત્રણ મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. બાદમાં 25 અને 27 સપ્ટેમ્બરે બાકીની બે મેચનું આયોજન થશે. હાલમાં ન્યૂઝીલેન્ડ એ ટીમ ઈંડિયા એ વિરુદ્ધ ત્રણ મેચની અનઓફિશિયલ ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ રમી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Sanju Samson Sports News india a vs new zealand Sports News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ