બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / samosa is ban in this country due to strange reasons

OMG / હાવ આવું હોય? આ દેશમાં તો સમોસાં પર લાગ્યો પ્રતિબંધ, કારણ ચોંકાવનારું

Khevna

Last Updated: 02:44 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધરતી પર એક એવી જગ્યા છે, જ્યાં લોકો ભૂલથી પણ સમોસા નથી ખાઈ શકતા. અહી સમોસા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

  • આ જગ્યા પર લોકો ભૂલ થી પણ ન ખાઈ શકે સમોસા 
  • સમોસા પર છે બેન 
  • આ પાછળનું કારણ ચોંકાવનાર છે 

આ દેશમાં છે સમોસા બેન 

સમોસા ભારતમાં એટલા લોકપ્રિય છે કે કોઈપણ મહેમાનના આવવા પર લોકો સૌથી [પહેલા સમોસા જ મંગાવે છે. આ તમે આખા દેશમાં મળી જશે. ભારતમાં કદાચ જ એવી કોઈ વ્યક્તિ હશે, જેને સમોસા પસંદ નહિ હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ધરતી પર એક એવી જગ્યા છે, જ્યાં લોકો ભૂલથી પણ સમોસા નથી ખાઈ શકતા. અહી સમોસા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 

અજીબ કારણોનાં ચાલતા બેન છે સમોસા 
સોમાલિયા એક એવો દેશ છે, જ્યાં કોઈપણ ભૂલથી પણ સમોસા ખાઈ શકતું નથી. અસલમાં, અહી સમોસા તેના શેપને કારણે બેન છે. જણાવી દઈએ કે સમોસા ત્રિકોણ શેપનાં હોય છે. સોમાલિયાનો એક ચરમપંથી સમૂહ માને છે કે સમોસાનો ત્રિકોણીય રૂપ ક્રિશ્ચન કમ્યુનીટીનાં નજીક છે. તે તેમના પવિત્ર ચિહ્નને મળતો આવે છે. આ કારણે સોમાલિયામાં સમોસા પર બેન છે. 

જણાવી દઈએ કે સોમાલિયાનાં લોકો સમોસા બનાવવા, ખરીદવા તથા ખાવા પર સજાનાં હકદાર બને છે. અમુક રીપોર્ટમાં આ પણ દાવો છે કે સોમાલિયામાં સમોસા એટલે પ્રતિબંધિત છે કેમકે અહી ભુખમરીમાં મરેલ પ્રાણીઓ નું મીટ સમોસામાં ભરવામાં આવતું હતું. આ ઉપરાંત, એ પણ કહેવાય છે કે સોમાલિયામાં સમોસાને આક્રમકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ માટે તેને બેન કરવામાં આવ્યા છે. 

ભારત સહીત આખા દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે સમોસા 
જણાવી દઈએ કે સમોસા આખા દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. આ સ્વાદિષ્ટ સ્નેક્સ લોટ કે મેંદા સાથે બટેટાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ ખાવા માટે ચટણી સાથે પીરસવામાં આવે છે.

સમોસાની ઉત્પત્તિ 
માનવામાં આવે છે કે સમોસાની ઉત્પત્તિ ઉત્તર ભારતમાં થઇ છે. ત્યાર બાદ આ આખા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશથી થઈને આખા દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. 16ની સદીના મુઘલકાલીન દસ્તાવેજ 'આઈને અકબરી' માં પણ સમોસાનો ઉલ્લેખ જોવા મળે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ