બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Salary increase to class 3 and class 4 employees of Ahmedabad Vadodara

ખુશ ખુશાલ / અમદાવાદ,વડોદરાના મનપાના કર્મીઓને પણ દિવાળી ભેટ, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને મળશે આટલા ટકાનો પગાર વધારો

Kishor

Last Updated: 09:30 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ,વડોદરાના મનપાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને એકી સાથે 30 ટકા જેટલો મોટો પગાર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • અમદાવાદ,વડોદરાના મનપાના કર્મચારીઓ માટે સારા સમાચાર 
  • વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને મળશે 30 ટકા પગાર વધારો
  • બંને મનપાએ વધારો આપવાની કરી જાહેરાત 
  • રાજ્ય સરકારના પગલે મનપાએ કર્યા આદેશ

અમદાવાદ,વડોદરાના મનપાના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કર્મચારીઓની દિવાળી સુધારી ગઈ હોય તેમાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને એકી સાથે 30 ટકા જેટલો મોટો પગાર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને મહાનગર પાલિકા દ્વારા આ વધારો આપવાની જાહેરાત કરતાની સાથે જ કાર્મચારીઓના ઘરે જાણે લાપસીના આંધણ મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 રાજ્યના 61,560 કર્મચારીઓને અપાયો છે આ લાભ

તાજેતરમાં રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કરી ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો  કર્યો છે, તા.1 લી ઓક્ટોબર 2023 થી જ આ નિર્ણયનો અમલ થશે. જેનો રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે. આમ રાજ્ય સરકારના પગલે અમદાવાદ, વડોદરા મનપાએ આદેશ કર્યો છે 

બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય

તાજેતરમાં જ રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો હતો.  જેમાં  દિવાળી પહેલા બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘર ભાડુ, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબનાં ભથ્થા કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ