બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / sajan bharwad who attacked mehul boghra is in trouble as lawyer suspended from lawyers council

સુરત / મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડનાં વકીલ સામે વિરોધ, વકીલ મંડળે આજીવન માટે કર્યા સસ્પેન્ડ

Published By: Mayur

Last Updated: 09:19 AM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડનાં વકીલ સામે મુશ્કેલી આવી ગઈ છે. તેઓને વકીલ મંડળે આજીવન માટે સસ્પેન્ડ કરી દીધા છે.

  • મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડના વકીલ સામે વકીલોનો જ વિરોધ 
  • સાજન ભરવાડ તરફે કોઈ વકીલે ન રહેવા વકીલ મંડળે કરી હતી વિનંતી 
  • સાજન ભરવાડના એડવોકેટ મિનેશ ઝવેરીને આજીવન માટે કરાયા સસ્પેન્ડ 
     

સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. 
આ ઘટનામાં હવે વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

શું હતી સમગ્ર ઘટના?
થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

બીજી બાજુ વકીલને મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે કોર્ટે તારીખ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News mehul boghra case mehul boghra news surat મેહુલ બોઘરા સાજન ભરવાડ mehul boghra case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ