બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Saffron tea is beneficial for health which to use

સ્વાસ્થ્ય / તમામ ઔષધિઓનો બાપ છે આ ચીજ, જેનું સેવન કરવા માત્રથી બીમારીઓ ઊભી પૂંછડીએ ભાગશે

Kishor

Last Updated: 09:36 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસરવાળા દૂધના ફાયદા અંગે તો ઘણા લોકો પાસેથી તમેં સાંભળ્યું હશે પરંતુ કેસરવાળી ચા પણ ફાયદાની બાબતમાં ચડિયાતી છે. જેના ફાયદા વિષે જાણો ખાસ આ આહેવાલમાં!

  • સૌથી શક્તિશાળી ઔષધીઓમાં ગણના પામે છે કેસર
  • કેસરવાળી ચા ના સેવનથી થાય છે અઢળક ફાયદા
  • કેસર પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશિયમનો ભંડાર

કેસરની સૌથી શક્તિશાળી ઔષધીઓમાં ગણના થાય છે અને તેમના સેવનના અગણિત ફાયદા હોય છે. શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તમામ પોષક તત્વો કેસરમાંથી મળી રહે તેવું સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે. કેસર પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, અને ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટો સહિતના તત્વોનો ખજાનો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lovneet Batra (@lovneetb)

અનેક સમસ્યામાં કેસર બની શકે છે રામબાણ ઈલાજ

કેસરના ઉપયોગના ફાયદાની વાત કરવામાં આવે તો શરદી અને ઉધરસની બીમારી સમયે સારવાર દરમિયાન તે ઉપયોગી સાબિત થાય છે. વધુમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને પાચન શક્તિ વધારવા તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, ત્વચાની સમસ્યા અટકાવવા,લોહીને શુદ્ધ કરવા સહિતની સમસ્યામાં કેસરએ રામબાણ ઈલાજ બની શકે છે. દુધ અને વાનગી સાથે લાવતા કેસરની ચા અઢળક ફાયદાકારક છે.

ગુરૂવારના રોજ અપનાવો કેસરના આ 6 ઉપાય, ચમકી જશે કિસ્મત, ખુલી જશે બંધ ભાગ્યના  દ્વાર | Thursday Remedies saffron astrological remedies for good luck


એન્ટીઑકિસડન્ટોનો ખજાનો
દાવો તો એવો પણ છે કે કેસરની ચાના સેવનથી તને કેન્સરથી પણ બચી શકો છો. માહિતી અનુસાર કેસરમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટથી કેન્સરના કોષોને મરી જાય છે. જેથી કેસરવાળી ચા કેન્સરથી બચાવી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય સુધરે
કેસરમાં ક્રોસિન અને ક્રોસેટિન નામના બે રસાયણો હોય છે. આ રસાયણો મગજના કાર્યને સતત જાગૃત રાખવામાં મદદ કરે છે, જેને લઈને કોઈપણ  વસ્તુ આસાનીથી યાદ રહે છે અને શીખી શકાય છે. તેમજ કેસર રિબોફ્લેવિનનો પણ ભંડાર હોવાથી વિટામિન બી પણ હોય છે જેને લઈને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ કેસર એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સનો પણ ખજાનો છે જે શરીર માટે ખૂબ આવકારદાયક છે.


PMS લક્ષણોથી રાહત આપે છે
મહિલાઓને PMS લક્ષણો બેચેન, ચીડિયાપણું, થાક, ઊંઘમાં સમસ્યા, પેટનું ફૂલવું અથવા પેટનો અને માથાનો દુખાવો, સ્કિનમાં ડાઘનો સમાવેશ થાય છે. ત્યારે કેસર ચા પીવાથી આ સમસ્યાને અમૂક અંશે ઘટાડી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ