બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / SAFF Championship: fight between Indo-Nepal players in the field, watch video

SAFF Championship / ચાલુ મેચમાં સોસાયટીના છોકરાઓની જેમ ઝઘડી પડ્યાં ભારત અને નેપાળના ખેલાડીઓ, જુઓ કેવી થઇ બબાલ

Megha

Last Updated: 09:06 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનિલ છેત્રી અને મહેશ સિંહના ગોલની મદદથી ભારતે નેપાળને હરાવીને ફૂટબોલ ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં પંહોચી. આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મેદાન પર મારામારી થઈ હતી

  • SAFF ચેમ્પિયનશિપ 2023ની બીજી મેચમાં ભારતે નેપાળને 2-0થી હરાવ્યું
  • સુનીલ છેત્રીએ 61મી મિનિટે ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી
  • બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ

SAFF ચેમ્પિયનશિપ 2023ની બીજી મેચમાં ભારતે નેપાળને 2-0થી હરાવ્યું. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત અને નેપાળ વચ્ચેનો પ્રથમ હાફ ડ્રોમાં સમાપ્ત થયો હતો પરંતુ ભારત માટે સુનીલ છેત્રીએ 61મી મિનિટે ગોલ કરીને ભારતને બીજા હાફમાં 1-0ની લીડ અપાવી હતી. આ પછી મહેશ સિંહે 69મી મિનિટે ગોલ કરીને ભારતની લીડ 2-0થી વધારી દીધી હતી. આ દરમિયાન નેપાળની ટીમે બરાબરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં અને આ રીતે ભારતે મેચ 2-0થી જીતી લીધી.

બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ
કેપ્ટન સુનિલ છેત્રી અને મહેશ સિંહના ગોલની મદદથી ભારતે શનિવારે તેની બીજી ગ્રુપ મેચ જીતી લીધી હતી. નેપાળને 2-0થી હરાવીને ફૂટબોલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જોકે આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી પણ થઈ હતી. જણાવી દઈએ કે આ બધું મેચની 64મી મિનિટે બન્યું જ્યારે ભારતના રાહુલ ભેકે અને નેપાળના બિમલ મગર હેડર માટે આગળ ગયો. બંને વચ્ચે બોલાચાલી અને મારામારી બાદ અન્ય ખેલાડીઓ પણ સામસામે આવી ગયા હતા.

સુનિલ છેત્રીઅને મહેશ સિંહે ગોલ કર્યો હતો
સુનીલ છેત્રીએ આ મેચમાં ભારત માટે ફરી ગોલ કર્યો, જે તેનો ટુર્નામેન્ટનો ચોથો ગોલ છે. તેણે 61મી મિનિટે ગોલ કર્યો અને ત્યારબાદ મહેશ સિંહે 70મી મિનિટે ટીમ માટે બીજો ગોલ કર્યો અને ભારતે સતત બીજી જીત નોંધાવી. અગાઉ, ભારતે બુધવારે ટૂર્નામેન્ટની તેમની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું જેમાં છેત્રીએ હેટ્રિક ફટકારી હતી. આ મેચમાં પણ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે પણ ઝપાઝપી જોવા મળી હતી.

ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું 
બુધવારે SAFF ચેમ્પિયનશિપની પ્રથમ ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. કુવૈતે ગ્રુપ મેચમાં નેપાળને 3-1થી હરાવ્યું હતું. તે સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ