બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / russian bomber Aircraft crashed outside of stavropol

VIDEO / યુક્રેનનો મોટો દાવો, રશિયાના સુપરસોનિક બોમ્બર ફાઇટરને ક્રેશ કર્યું, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 12:52 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Aircraft Crash Latest News : રશિયન બોમ્બર Tu-22M3 દક્ષિણ રશિયામાં ક્રિમીઆની પૂર્વમાં સ્થિત સ્ટેવ્રોપોલ ​​શહેરની બહાર ક્રેશ થયું, યુક્રેને કર્યો મોટો દાવો

Russia Aircraft Crash : દક્ષિણ રશિયામાં ક્રિમીઆની પૂર્વમાં એક એરક્રાફ્ટ ક્રેશ થયાના સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક ખતરનાક રશિયન બોમ્બર Tu-22M3 દક્ષિણ રશિયામાં ક્રિમીઆની પૂર્વમાં સ્થિત સ્ટેવ્રોપોલ ​​શહેરની બહાર ક્રેશ થયું હતું. તેનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પ્લેનના પાછળના ભાગમાં આગ લાગી હોવાનું અને ધુમાડા નીકળતા દેખાઈ રહ્યા છે. એરક્રાફ્ટ 360 ડિગ્રી પર ફરે છે અને જમીન તરફ આવી રહ્યું છે. યુક્રેનનો દાવો છે કે, તેણે આ વિમાનને તોડી પાડ્યું છે. 

જાણો શું છે આ રશિયન એરક્રાફ્ટ ? 
Tu-22M3 રશિયાનું લોંગ રેન્જ સુપરસોનિક સ્ટ્રેટેજિક અને મેરીટાઇમ સ્ટ્રાઈક બોમ્બર છે. તેનો ઉપયોગ 1972 થી રશિયન આર્મીમાં થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આવા 497 વિમાન બની ચૂક્યા છે. રશિયામાં હાલમાં આવા 66 વિમાન સેવામાં છે. તેને ઉડાડવા માટે 4 લોકોની જરૂર પડે છે. પાઇલટ, કો-પાઇલટ, નેવિગેટર અને વેપન સિસ્ટમ્સ ઓફિસર. આ 139.4 ફૂટ લાંબા એરક્રાફ્ટની ઊંચાઈ 36.3 ફૂટ છે. ટેકઓફ સમયે તેનું વજન 1.26 લાખ કિલોગ્રામ હતું. તેમાં બે એન્જિન છે જે તેને 1997 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપે છે. તે 43,600 ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની કોમ્બેટ રેન્જ 2500 કિલોમીટર છે.

એક મિનિટમાં 3600 ગોળીઓ ચલાવી શકે તેવી બંદૂક 
આ બોમ્બરમાં 23 mm GSh-23 કેનન લગાવવામાં આવ્યું છે. આ બંદૂક એટલી ખતરનાક છે કે, તે એક મિનિટમાં 3400 થી 3600 ગોળીઓ ચલાવે છે. આ સિવાય આ એરક્રાફ્ટમાં 24 હજાર કિલો બોમ્બ રાખી શકાય છે. આ સાથે લાંબા અંતરની Kh-55 ક્રુઝ મિસાઈલ પણ લગાવી શકાય છે. પરંતુ હાલમાં તેમાં બોમ્બ તૈનાત છે.

વધુ વાંચો: Video: વોટિંગ ટાણે જ બંગાળમાં બબાલ: પથ્થરમારામાં BJP નેતા ઘાયલ, મળ્યો મંત્રીના ઘર નજીકથી બોમ્બ

મિસાઇલોનો સંપૂર્ણ શસ્ત્રાગાર તૈનાત
આ એરક્રાફ્ટ 18 FAB-500 સામાન્ય હેતુના બોમ્બ અથવા 3 Kh-22/Kh-32 મિસાઇલો અથવા 6 Kh-15 મિસાઇલો અથવા ચાર હાઇપરસોનિક કિંજલ મિસાઇલો અથવા 64 દરિયાઈ ખાણોથી સજ્જ થઈ શકે છે. અથવા તમે આ બધાનું મિશ્રણ લગાવી શકો છો. આમાંથી કોઈ હથિયાર એવું નથી જે ખતરનાક ન હોય. રશિયાએ યુક્રેનિયન ટાર્ગેટ પર ઘણી વખત કિંજલ મિસાઈલનો ઉપયોગ કર્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ