બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / Russia big announcement for ceasefire ukraine russia war

BIG BREAKING / રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું સૌથી મોટું એલાન, ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા કરાશે સીઝફાયર

Dhruv

Last Updated: 12:42 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેેમાં યુુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા રશિયા હવે સીઝફાયર કરશે.

  • છેલ્લાં 10 દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય
  • યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કઢાશે
  • રશિયાએ કરી સીઝફાયરની સૌથી મોટી જાહેરાત

ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં રશિયાએ કર્યું સીઝફાયર

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. રશિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સમયાનુસાર સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની રશિયાએ જાહેરાત કરી છે. ત્યારે તાજેતરમાં જ રશિયાએ સામાન્ય નાગરિકોને બહાર નીકળી જવાની જાહેરાત સાથે ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં સીઝફાયર કર્યું છે.

 

 

તમને જણાવી દઇએ કે, સતત 10 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ લગાતાર શરૂ છે. એવામાં આ યુદ્ધને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં રશિયા દ્વારા સીઝફાયરની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની જાહેરાત કરાઇ છે. ત્યારે તાજેતરમાં જ રશિયાએ સામાન્ય નાગરિકોને બહાર નીકળી જવાની જાહેરાત સાથે ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં સીઝફાયર કર્યું છે. તમને જણાવી દઇએ કે, બંને દેશો વચ્ચે હાલમાં આ મામલે અગાઉ બે વખત વાતચીત થઇ ચૂકી છે. ત્યારે હવે ફરી આજકાલમાં આ મુદ્દે વાતચીત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

 

હાલમાં યુક્રેનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. એવામાં તે તમામ લોકો માટે આ રાહતના સમાચાર કહી શકાય. 24 ફેબ્રુઆરીથી બંને દેશો વચ્ચે સતત જંગ શરૂ છે. એવામાં આજે રશિયા દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને મોટી રાહત આપવામાં આવી છે. રશિયાએ સીઝફાયરની જાહેરાત કરતા યુક્રેનમાં અટવાયેલા લોકો રાહતનો શ્વાસ લીધો છે.

 

આવતી કાલથી કેનેડાના PM યુરોપની મુલાકાતે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આવતી કાલે 6 માર્ચના રોજ રશિયા સામેના નવા પ્રતિબંધોનું સંકલન કરવા તેમજ યુક્રેનને સમર્થન દેખાડવા યુરોપના પ્રવાસની શરૂઆત કરશે અને તેઓ 11 માર્ચે યુરોપની મુલાકાત લેશે. ટ્રુડો આ સમયગાળા દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમ, લાતવિયા, જર્મની અને પોલેન્ડની યાત્રા કરશે. જેની જાહેરાત કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા 4 માર્ચે કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ