બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma To Play For CSK? Chennai Super Kings CEO Provides Big Update

ક્રિકેટ / ધોનીની ટીમમાં રમશે રોહિત શર્મા? IPL પહેલા ચેન્નઈની ટીમે કર્યો મોટો ખુલાસો, કેપ્ટનશીપમાં નવું નીકળ્યું

Hiralal

Last Updated: 02:57 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટનનો તાજ છીનવાઈ જતાં રોહિત શર્મા ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાય તેવી ચર્ચા ઉપડી છે.

  • મુંબઈ ઈન્ડીયન્સે કેપ્ટનનો તાજ છીનવી લેતાં રોહિત નારાજ હોવાની ચર્ચા
  • રોહિત શર્મા ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાવાની ચર્ચા
  • જોકે અધિકારીઓઓએ કહ્યું કે રોહિત મુંબઈ ઈન્ડીયન્સમાં રહશે

મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનનો તાજ છીનવી લઈને હાર્દિક પંડ્યાને આપ્યો છે તેથી રોહિત નારાજ થઈને ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાય તેવી ચર્ચાઓ ઉપડી છે. 
આવી સ્થિતિમાં હવે એ સવાલ ઊભો થવા લાગ્યો છે કે શું રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ મુંબઈની ટીમ છોડશે ? આ દરમિયાન કેટલાક ફેન્સ અને મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમમાં જઈ શકે છે.

રોહિત વિશે ચેન્નઈ ફ્રેન્ચાઈઝીનું મોટું નિવેદન
રોહિત વિશે ચાલી રહેલી તમામ ખબરો ફગાવી દેતાં ચેન્નઈની ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને હરાજીની વચ્ચે જ કહ્યું હતુ કે, તેમની ટીમ રોહિતને લેવાના મૂડમાં નથી. આ તમામ અહેવાલો અફવા છે. સૈદ્ધાંતિક રીતે, અમે ખેલાડીઓનો ટ્રેડ કરતા નથી અને અમારી પાસે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેટ કરવા માટે ખેલાડીઓ નથી. અમે તેમનો સંપર્ક કર્યો નથી અને અમારો અમારો ઇરાદો નથી. 

હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતાં પહેલા રોહિતની લેવાઈ હતી મંજૂરી 
સીઈઓ વિશ્વનાથને કહ્યું કે હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેતા પહેલા તમામ ખેલાડીઓની સંમતિ લેવામાં આવી હતી, જેમાં ખુદ રોહિત પણ સામેલ હતો. એટલે બાકીનું બધું જ નકામું છે. દરેક ખેલાડી આ નિર્ણય માટે સહમત થયા છે.

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ શું બોલ્યાં 
 મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માને લઈને ટીમ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર વાત કરી હતી. તેણે સ્વીકાર્યું છે કે રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય મુશ્કેલ હતો. જયવર્ધનેએ સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતુ કે, તે યુવા ખેલાડીઓ સાથે આઇપીએલ પણ રમે છે. આઇપીએલ 2024માં મુંબઇ ઇન્ડિયન્સ એટલે કે એમઆઇની કેપ્ટનશિપ હવે ગુજરાત ટાઇટન્સમાંથી આવેલા હાર્દિક પંડ્યા કરવા જઈ રહ્યો છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પાંચ વખત આઈપીએલ જીતી ચૂક્યો છે, પરંતુ અચાનક જ તેને કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો છે. 

મુંબઈ ઈન્ડીયન્સે રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન
ઉલ્લેખનીય છે કે 2024ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો છે. મુંબઈના આ નિર્ણયથી રોહિતના ચાહકો ખૂબ નિરાશ થયાં હતા અને રોહિત મુંબઈની આગેવાની લેવા હકદાર છે તેવી પણ ચાહકોની લાગણી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

CSK Chennai Super Kings IPL 2024 Rohit Sharma આઈપીએલ 2024 રોહિત શર્મા Rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ