બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ તો ઠીક! હવે તો રોહિતનું પણ 2027માં રમવું નામુમકિન? જાણો 3 મોટા કારણ

સ્પોર્ટસ / વિરાટ તો ઠીક! હવે તો રોહિતનું પણ 2027માં રમવું નામુમકિન? જાણો 3 મોટા કારણ

Published By: Vishal Dave

Last Updated: 12:07 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2027નો ICC ODI વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે અને ત્યાં સુધીમાં રોહિત શર્મા 40 વર્ષ પુરા કરીને 41માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા હશે

રોહિત શર્મા પાસેથી અચાનક ODI કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. ICC 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, શુભમન ગિલને ભારતના નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રોહિત શર્મા હવે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ વનડે ક્રિકેટમાં રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે તક આપવામાં આવી છે. ભારતના બે મહાન ODI બેટ્સમેન, વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. જો કે 51 ODI સદી ફટકારનાર વિરાટ કોહલી હજુ પણ 2027 વર્લ્ડ કપમાં રમે તેવી સંભાવના છે, પરંતુ રોહિત શર્મા માટે કપરા ચઢાણ છે.. ચાલો ત્રણ મુખ્ય કારણો પર એક નજર કરીએ કે શા માટે રોહિત શર્મા માટે 2027 વર્લ્ડ કપમાં ભાગ લેવાનું વધારે મુશ્કેલ છે.

2027નો ICC ODI વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે અને ત્યાં સુધીમાં રોહિત શર્મા 40 વર્ષ પુરા કરીને 41માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા હશે. રોહિત શર્માની ફિટનેસ, માનસિક અને શારીરિક શક્તિ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટના દબાણનો સામનો કરવા માટે પૂરતી સુસંગત રહેશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં, રોહિત શર્માને બેટિંગ અને ફિલ્ડિંગ બંનેમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર પડશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ૪૦ વર્ષની ઉંમરે "હિટમેન" માટે આ સરળ રહેશે. રોહિત શર્માની ઉંમર એક મુખ્ય પરિબળ છે જેના કારણે 2027૭ના વર્લ્ડ કપમાં તેમનું ભાગ લેવું ખુબજ મુશ્કેલ છે.

રોહિત શર્માએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે તે ફક્ત વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ સામેલ છે. આ દિવસોમાં, વન ડે આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની હાજરી જાળવી રાખવી એ રોહિત શર્મા માટે એક મહત્વપૂર્ણ પડકાર છે. ટીમ ઈન્ડિયાને 2027ના વર્લ્ડ કપ પહેલા ફક્ત 20 વનડે રમવાની છે, તેથી રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક્સપોઝર મળશે નહીં. રોહિતે પોતાની ફિટનેસ પર સારી રીતે કામ કર્યું છે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ નિયમિત ફિટનેસ અને મેચ-ટાઇમ ફિટનેસ વચ્ચે તફાવત છે. 2027ના વર્લ્ડ કપ પહેલા રોહિત શર્મા જે ODI મેચ રમશે તેમાં નોંધપાત્ર અંતર હશે. પરિણામે, રોહિત શર્માનું વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન અધૂરું રહી શકે છે.

આ પણ વાંચોઃ સાવ આવું ન હોય! BCCIએ 2027ના વર્લ્ડ કપ રમવા માટે કોહલી-રોહિત માટે મૂકી આ શરત, ફેન્સ આઘાતમાં

ભારતમાં હાલમાં પ્રતિભાશાળી બેટ્સમેનોનું લિસ્ટ લાંબુ છે.. સ્પર્ધા સતત વધી રહી છે, અને વિસ્ફોટક બેટ્સમેન ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવી રહ્યા છે. અભિષેક શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેન ODIમાં ભારતના કાયમી ઓપનર બનવા માટે તૈયાર છે. ODI ટીમમાં રોહિત શર્માનું ઓપનિંગ સ્થાન હાલમાં જોખમમાં છે. 38 વર્ષીય રોહિત શર્મા માટે ઓપનર તરીકે ભારતની ODI ટીમમાં રહેવું હવે ખૂબ મુશ્કેલ બનશે. અભિષેક શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેન એવું ઓપનિંગ કરવા સક્ષમ છે કે તેઓ ક્રિકેટ ચાહકોને રોહિત શર્માની કમી મહેસુસ થવા દે તેમ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

,ICC World Cup 2027 Shubman Gill ODI Captain, ICC World Cup 2027 Rohit Sharma Captaincy Shubman Gill ODI Captain

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ