ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભચાઉમાં લગ્નના બહાને છેતરપીંડી કરતી લૂંટેરી દુલ્હન ઝડપાઈ, અનેક 'દુલ્હા'ને લગાડ્યો ચૂનો

કાર્યવાહી / ભચાઉમાં લગ્નના બહાને છેતરપીંડી કરતી લૂંટેરી દુલ્હન ઝડપાઈ, અનેક 'દુલ્હા'ને લગાડ્યો ચૂનો

Published By: Bharatsinh Chauhan

Last Updated: 03:05 PM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં લગ્નના નામે છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામતા પોલીસે લૂંટેરી દુલ્હન સહિત તેના સાગરિતોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં લગ્નના નામે છેતરપીંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરિત દલાલને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ બે યુવકોને નિશાન બનાવી લગભગ 4 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓ ખોટા નામ અને ઓળખનો સહારો લઈને યુવકોનો સંપર્ક કરતા અને લગ્ન માટે વિશ્વાસમાં લેતા હતા.

લગ્નના થોડા દિવસમાં યુવતી ઘરેથી પલાયન થઈ ગઈ

લગ્ન થયા બાદ માત્ર થોડા જ દિવસોમાં યુવતી ઘરેથી પલાયન થઈ જતી હતી. આ રીતે તેઓ અલગ-અલગ જગ્યાએ જઈને છેતરપીંડી આચરતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આમરડી ગામના મનીષ લુહારે અમદાવાદની સોનલ ઉર્ફે સોનિયા સાથે 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના માત્ર 2 દિવસમાં જ મનીષને જાણ થઈ હતી કે તેની પત્ની છેતરપિંડી કરતી ટોળકીની સભ્ય છે.

લગ્ન બાદ માતાજીનું કામ છે કહી નાસી ગઈ

તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, સોનલે અગાઉ આમરડી નજીકના જ ચોપડવા ગામના મહેશ પરમાર સાથે પણ લગ્ન કર્યા હતા. મહેશ પરમાર પાસેથી 2.10 લાખ રૂપિયા પડાવીને સોનલે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 'માતાજીનું કામ છે' તેમ કહી માવતરે જવાનું કહી ત્યાંથી નાશી ગઈ હતી. ત્યારબાદ તેણે મનીષ લુહારને શિકાર બનાવ્યો હતો. મનીષ સાથે લગ્ન કર્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સાગર સાબડા, DYSP ભચાઉ

આ પણ વાંચોઃ મહેસાણાના ખેરાલુમાં ખેતરના રસ્તાને લઈને મારામારી, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા

સમગ્ર મામલે Vtv digital સાથે ચર્ચા કરતા ભચાઉ ડિવિઝન DYSP સાગર સાંબડાએ જણાવ્યું હતું કે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે આરોપીઓને ઝડપ્યા છે. બંને પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે અને વધુ લોકો સાથે છેતરપીંડી થઈ હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી છે કે લગ્ન જેવા નિર્ણયો લેતા પહેલા પૂરતી ચકાસણી કરવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chhenterpindi Kutch News Bhachau

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ