બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આરોપીને પકડવા AIIMS ઋષિકેશમાં પોલીસે છઠ્ઠા માળે દોડાવી વાન, વોર્ડમાં દર્દીઓ હક્કા બક્કા

VIDEO / આરોપીને પકડવા AIIMS ઋષિકેશમાં પોલીસે છઠ્ઠા માળે દોડાવી વાન, વોર્ડમાં દર્દીઓ હક્કા બક્કા

Last Updated: 09:32 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishikesh AIIMS Video Latest News : આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દર્દીઓની વચ્ચે દાખલ થઈ, વીડિયો સોશિયલ મીડિયા વાયરલ

Rishikesh AIIMS Video News : ઋષિકેશ AIIMSનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાત જાણે એમ કે, આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ દર્દીઓની વચ્ચે કાર લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી હતી. વિગતો મુજબ અહીં મહિલા ડોક્ટરની છેડતી બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ હતી. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની વચ્ચે પોલીસની ગાડી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના ?

19 મેની સાંજે AIIMS ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી. તે જ સમયે સર્જરી વિભાગમાં તૈનાત મહિલા ડૉક્ટરની નર્સિંગ ઓફિસર સતીશ કુમાર દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ બાબતના વિરોધમાં હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેખાવો શરૂ કર્યા હતા. AIIMSના તબીબોએ ડીનની ઓફિસનો પણ ઘેરાવ કર્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

AIIMS ઋષિકેશમાં મહિલા ડૉક્ટરની છેડતીના આરોપમાં નર્સિંગ ઓફિસરની ધરપકડ કરવા પોલીસ વાહન છઠ્ઠા માળે વોર્ડમાં પહોંચી હતી. પોલીસ અને સુરક્ષા જવાનોએ વાહન માટે રસ્તો બનાવ્યો હતો. આ ઘટના મંગળવારે બની હતી, જેનો વિડિયો બુધવારે ઈન્ટરનેટ મીડિયા પર વ્યાપકપણે ફરતો થયો હતો. આરોપીને પકડ્યા બાદ પોલીસે તેને વાહનમાં બેસાડ્યો અને ઈમરજન્સી મારફતે બહાર આવ્યો. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સ્થિતિ જોઈને પોલીસે ઈમરજન્સી વોર્ડની અંદર પડેલા દર્દીઓ વચ્ચે જીપને હંકારી મુકી હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સીટીઓ વગાડીને દર્દીઓના સ્ટ્રેચર હટાવતા રહ્યા. વોર્ડમાં પોલીસની જીપ જોઈ દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

વધુ વાંચો : ''જે લોકોને મેસેજ આપવાનો હતો તેમણે મળી ગયો હશે'' વિદેશ મંત્રી જયશંકર કેમ આવું બોલ્યા?

આવો જાણીએ શું કહ્યું પોલીસે ?

પોલીસનું કહેવું છે કે, આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર મૂળ રાજસ્થાનનો છે. તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે પણ આ ઘટના અંગે AIIMS વહીવટીતંત્રને મળ્યા હતા અને આ મામલે તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 21 મેના રોજ પીડિત ડોક્ટરે કોતવાલી ઋષિકેશમાં લેખિત ફરિયાદ આપી હતી કે 19 મેના રોજ ટ્રોમા ઓટી કોમ્પ્લેક્સ એઈમ્સના નર્સિંગ ઓફિસર સતીશ કુમારે તેને શારીરિક રીતે હેરાન કરી અને ધમકી આપી હતી. ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Police Van In Hospital Rishikesh AIIMS Viral Video Rishikesh AIIMS Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ