બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rinku Singh Hits 5 Sixes In Last Over As KKR Win Thriller vs GT

IPLનો અમર ખેલાડી / VIDEO : રમી જાણ્યું આ ખેલાડીએ ! છેલ્લા 5 બોલમાં 5 સિક્સ ફટકારતાં ક્રિકેટરો મોંમાં આંગળા નાખી ગયા, જુઓ ફટકાબાજી

Hiralal

Last Updated: 09:55 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી રિંકૂ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સ ફટકારીને ગુજરાત ટાઈટન્સના હાથમાં આવેલી જીત છીનવી લીધી હતી.

  • કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટથી હરાવ્યું
  • કોલકાતાના ખેલાડી રિંકૂ સિંહે રમ્યો ખતરનાક રમત 
  • છેલ્લી ઓવરમાં ફટકારી 5 સિક્સ 
  • ગુજરાત ટાઈટન્સનો હાથમાં આવેલો કોળિયો છીનવી ગયો 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરીને ગુજરાત ટાઈટન્સે 205 રન કર્યાં હતા. કોલકાતાની ટીમે છેલ્લી ઓવરમાં આ મેચ જીતી લીધી હતી. કોલકાતાના ખેલાડી રિંકૂ સિંહ આ જીતનો હીરો બન્યો છે. રિંકૂ સિંહે આઈપીએલના ઈતિહાસની ખતરનાક રમત રમતાં ભલભલા ક્રિકેટરો દંગ રહી ગયા હતા. 

રિંકૂની ખતરનાક રમતથી જીત્યું કોલકાતા 

કોલકાતાની ટીમની યશ દયાળ દ્વારા નાખવામાં આવેલી છેલ્લી ઓવરમાં 29 રન જોઈતા હતા. 29 રન કરે તો જ કોલકાતા જીતી શકે તેમ હતું. તેની જીત અઘરી હતી. કોલકાતાના ઉમેશ યાદવ અને રિંકૂ સિંહ છેલ્લી ઓવરમાં રમતાં હતા. છેલ્લી ઓવરના પહેલા બોલમાં ઉમેશ 1 રન લીધો હતો. ઉમેશ યાદવ સિંગલ લઈને સામે ગયો અને આ દરમિયાન હવે રિંકૂ સિંહનો વારો આવ્યો. છેલ્લાં પાંચ બોલ બાકી હતા અને રન કરવાના હતા 28. અહીંથી રિંકૂએ ખતરનાક રમત રમવાનું શરુ કર્યું અને યશ દયાળના પાંચેય પાંચ બોલમાં સિક્સ ફટકારીને જોઈતા હતા તેની કરતાં 2 રન વધુ કરીને ટીમને જીત અપાવી દીધી. 

કોણ છે રિંકૂ સિંહ 
રિંકૂ કોલકાતા નાઈટ રાઈડર્સનો 25 વર્ષીય ખેલાડી છે અને તે મૂળ યુપીના અલીગઢનો રહેવાશી છે. આઈપીએલમાં તેની આ ફટકાબાજીથી તેણે ક્રિકેટની દુનિયામાં નામ કમાવી લીધું છે. 

એક વખતે કચરાં-પોતા પણ કર્યાં 
રિંકુના શરૂઆતના સંઘર્ષની વાત કરીએ તો તેના પિતા સિલિન્ડર વહેંચતા હતા. તેમણે પોતાનું બાળપણ 2 રૂમના ઘરમાં વિતાવ્યું હતું. એટલું જ નહીં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેને સફાઇનું કામ કરવાનો વિચાર પણ આવ્યો હતો, પરંતુ પછી તેણે બધું જ છોડીને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના અંડર-16, અંડર-19, અંડર-23, સેન્ટ્રલ ઝોન તરફથી રમતાં તે રણજી ટ્રોફીમાં પહોંચ્યો હતો. 

BCCIએ લગાવ્યો હતો પ્રતિબંધ
કોલકાતાની ટીમે રિંકૂને 80 લાખમાં ખરીદ્યો હતો પરંતુ બીસીસીઆઈએ તેના પર 2019 મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. વાસ્તવમાં  મંજૂરી લીધા વગર જ તે અબુધાબી ટી 2019 ટૂર્નામેન્ટમાં રમવા ગયો હતો. જેના કારણે બીસીસીઆઇએ તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ પરત ફર્યા બાદ તેણે પોતાની રમતને વધુ ગંભીરતાથી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ