બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / right way to have milk for quick weight gain

Weight gain Tips / સુકલકડી શરીરથી છો પરેશાન! તો આજથી જ દૂધ સાથે મિક્ષ કરીને ખાવા લાગો આ ચીજ, બની જશે બૉડી

Bijal Vyas

Last Updated: 11:42 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ વજન વધારવાનો પ્રયત્ન કરીને થાકી ગયા છો તો આવો એવા સરળ ઉપાયો વિશે જાણીએ જે તમને વજન વધારવામાં ખૂબ જ મદદ કરશે

  • દૂધ સાથે આ પાંચ વસ્તુઓનું સેવન કરવાથી વધવા લાગશે વજન
  • ફ્રૂટ અને ડ્રાય ફ્રટ્સ વજન વધારવા માટે ફાયદાકારક 
  • હેલ્દી રીતે વધારી શકશો તમારુ વજન 

Weight gain Tips:ઘણા બધા લોકો એવા છે જે વજન ના વધવાની સમસ્યાથી પીડિત રહે છે. તેવા લોકોની પતળા દુબળા કહીને મજાક પણ બનાવવામાં આવે છે. તેવા લોકો ગમે તેવુ ફાસ્ટ ફૂડ ખાય તો પણ તેમનુ વજન વધતુ જ નથી. હવે તેઓને પણ પ્રશ્ન એ જ થાય કે વજન વધારવુ કેવી રીતે? તો આવો આપણે જાણીએ કે હેલ્દી ડાયેટ સાથે વજન કેવી રીતે વધારી શકાય...

કેવી રીતે વધારવુ વજન?
જો તમે પણ વજન વધારવાનો પ્રયત્ન કરીને થાકી ગયા છો તો આવો એવા સરળ ઉપાયો વિશે જાણીએ જે તમને વજન વધારવામાં ખૂબ જ મદદ કરશે. તેના માટે તમારે દૂધ પીવુ પડશે, જી, હાં દૂધ પીને જ તમે તમારુ વજન વધારી શકો છો. દૂધમાં કે દૂધની સાથે જો તમે અમુક વસ્તુનુ સેવન કરો છો તો ઝડપથી તમારુ વજન વધવા લાગશે. આવો જાણીએ તેના વિશે..

Do not even use these things in the wrong way with milk, otherwise ...

1. કેળાઃ 
દૂધની સાથે કેળાનુ સેવન કરવાથી ઝડપથી વજન વધે છે. કેળામાં કાર્બ્સ અને કેલેરી ભરપુર માત્રામાં હોય છે. જો તમે વજન વધારવા માંગો છો તો રોજ દૂધ સાથે ઓછામાં ઓછા બે કેળાનું સેવન જરુર કરો. 

2. ખજૂરઃ 
ખજૂરમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. દૂધની સાથે તેને પીવાથી વજન વધવામાં મદદ મળે છે. 

3. અંજીરઃ
અંજીરમાં વિટામીન સી, કે, એ, ઇ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોર્ટેશિયમ અને કોપર ભરપુર માત્રામાં હોય છે. દૂધની સાથે તેનુ સેવન કરવાથી વજન ઝડપથી વધી શકે છે. 

4. બદામઃ 
બદામમાં કેલેરીની સાથે ફેટ પણ ભરપુર માત્રામાં હોય છે. બદામના દૂધ સાથેના સેવનથી વજનમાં વધારો થાય છે. તે સાથે મગજ તેજ બને છે. 

Amazing benefits of butter milk and honey for health

5. મધઃ 
મધમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. દૂધની સાથે મધને મિક્સ કરીને તેને પીવાથી વજનમાં વધારો થાય છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ મિક્સ કરવાથી ઘણો ફાયદો થાય છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ