બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rickshaw drivers will go on strike in Ahmedabad for 3 days from today

વિરોધ / અમદાવાદમાં આજથી 3 દિવસ રિક્ષાચાલકો ઉતરશે હડતાળ પર, જાણો કઇ માંગને લઇ ઉચ્ચારી ચીમકી

Malay

Last Updated: 08:05 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલરની મુસાફરી સામે વિરોધ, આજથી 3 દિવસ શહેરમાં રિક્ષાચાલકો ઉતરશે હડતાળ પર

  • અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ
  • આજથી 3 દિવસ રિક્ષાચાલકો હડતાળ પર 
  • એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે વિરોધ 

Ahmedabad News: અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે. રિક્ષાચાલકોના હડતાળ પર ઉતરવા પાછળનું કારણ છે શહેરમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર સવારીનું વધતું ચલણ. ઓનલાઈન એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે.  

ગુજરાતના રિક્ષાચાલકો હવે દેખાશે નવા અવતારમાં, નક્કી કરાયો યુનિફોર્મ |  uniform decided for auto-rickshaw drivers
ફાઈલ તસવીર

આજથી ત્રણ દિવસ રિક્ષા સ્વયંભૂ બંધ
એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર પર થતી મુસાફરીને બંધ કરાવવાની માંગણી સાથે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. સાથે જ યુનિયન દ્વારા ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

ટુ-વ્હીલર એપ મુસાફરી બંધ કરવાની માંગ
આ મામલે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ વ્હીલર પર મુસાફરી ધમધમી રહી છે. જે ગેરકાયદેસર હોવાથી અમે ઘણીવાર સરકારને આને બંધ કરાવવા રજૂઆત કરી છે, છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. 

નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં રિક્ષાના પૈડા થંભ્યા- આજે હડતાડ નિવેડો નહીં  આવે તો આંદોલનની ચીમકી | auto rickshaw drivers protest new motor vehicle act  in ahmedabad strike
ફાઈલ તસવીર

'રિક્ષા ચાલકોની રોજીરોટી ઉપર પડી રહી છે અસર'
શહેરના રસ્તાઓ પર આ પ્રકારના વાહનો દોડી રહ્યા છે, આ સ્થિતિમાં રિક્ષા ચાલકોની રોજીરોટી ઉપર માઠી અસર થઈ રહી છે. ઓનલાઈન એપથી ટુ વ્હિલરની મુસાફરી બંધ કરાવવાની માંગ સાથે રિક્ષા ચાલકો 3થી 5 ઓક્ટોબર સુધી હડતાળ પર ઉતરશે તેવું યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ