ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / review-app-permissions-on-your-smartphone-keep-tracking

NULL / ફોનના આ Settings અત્યારે જ કરી લો OFF તમારા પર રાખવામાં આવી રહી છે નજર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અહીં તમને સ્માર્ટફોનના એવા સેટિંગ્સ અંગે જણાવી રહ્યા છીએ જે On હોય તો તમારે તેને Off કરવા જોઇએ કારણ કે આ સેટિંગ્સ દ્વારા તમારા પર નજર રાખવામાં આવી રહી છે. તમારા ડેટાની ચોરી થઇ શકે છે. જેમાં ફોટોથી માંડીને કોન્ટેક્સ જેવા ડેટાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે મોટાભાગના યૂઝર્સ સ્માર્ટફોનના સેટિંગ્સ પર ધ્યાન નથી રાખતા.

 ઉલ્લેખનીય છે કે આ સેટિંગ એપ ઇન્સ્ટોલ કરવાથી ઓન થઇ જાય છે. અર્થાત્ જ્યારે આપણે કોઇ એપ્લિકેશન  પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરીએ ત્યારે આપણે તેને એવી તમામ પરમિશન આપતાં હોઇએ છીએ જેની કદાચ તેને જરૂર પણ ન હોય. 
- કેમેરા કોન્ટેક્ટ અને માઇક્રોફોનની પરમિશન પણ આપણે એવી એપ્સને આપીએ છીએ જેને તેને કોઇ જરૂર નથી હોતી. અહીં અમે તમને એપ્સનું સેટિંગ ચેક કરી તેને બંધ કરવા અંગે જણાવી રહ્યા છીએ.

Step 1: 
ફોનના સેટિંગમાં Appsમાં જાઓ અહીં App  Permissionમાં જાઓ. અહીં ઓપન થયેલા લિસ્ટમાં કેમેરા પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમારા સામે એક લિસ્ટ ઓપન થશે. જેમાં એ તમામ એપ્લિકેશન તમને જોવા મળશે જેને તમારા ફોનનો કેમેરા યૂઝ કરવાની પરમિશન આપવામાં આવેલી છે. એવી ઘણી એપ્સ હશે જેને કેમેરા એક્સેસની કોઇ જરૂર નહીં હોય. તેને બંધ કરી નાંખો. 

Step 2:
બેક જઇને કોન્ટેક્ટ પર ક્લિક કરો. અહીં પણ એપનું લિસ્ટ ઓપન થશે જેને તમારા કોન્ટેક્ટનું એક્સેસ મળેલું છે. એવી ઘણી એપ્સ હશે જેને કોન્ટેક્ટ એક્સેસની કોઇ જરૂર નહીં હોય. તેને બંધ કરી નાંખો. 

Step 3:
માઇક્રોફોન ઑપ્શન પર જઇને તેને ઑફ કરી નાખો જેમ કે facebook જેવી એપ્સને માઇક્રોફોન પરમિશન આપવાની જરૂર નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ