બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Revenge of Air Strike Now Pakistan claims to have attacked many terror hideouts of Iran

BIG BREAKING / Air Strikeનો બદલો: હવે ઇરાનના અનેક આતંકી ઠેકાણાંઓ પર પાકિસ્તાને હુમલો કર્યાનો દાવો

Megha

Last Updated: 08:28 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ટાર્ગેટ પર ઈરાનની એર સ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાને પણ ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે.

  • ઈરાને પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરી હતી
  • પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો

ઈરાને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને હુમલા કર્યા હતા. આ એર સ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાન પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. 

પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે તેમની વાયુસેનાએ પણ ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. મીડિયા અનુસાર, પાકિસ્તાની એરફોર્સે ઈરાન સાથેની સરહદ પર આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. જણાવી દઈએ કે આ પહેલા ઈરાને પાકિસ્તાનની સરહદે આવેલા બલુચિસ્તાન વિસ્તારમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. 

વધુ વાંચો: VIDEO : ઈરાને ભારતવાળી કરી, પાકિસ્તાનમાં ઘુસીને કરી એર સ્ટ્રાઈક, ચારે તરફ મચ્યો હાહાકાર

બંને દેશોએ એકબીજાના રાજદૂતોને પરત મોકલી દીધા હતા. પાકિસ્તાને જવાબી કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. જો કે, પાકિસ્તાની મીડિયાએ હજુ સુધી આ હુમલો ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી આપી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ