ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મૌલવી કેસમાં વધુ એક ખુલાસો, પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યા બાદ અશોક સુથારે કર્યું ધર્મ પરિવર્તન"

ખુલાસો / મૌલવી કેસમાં વધુ એક ખુલાસો, પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યા બાદ અશોક સુથારે કર્યું ધર્મ પરિવર્તન"

Last Updated: 10:32 AM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ મામલે મોટો ખુલાસો થયો છે. મૌલવી રાજસ્થાનનાં એક વ્યક્તિનાં સંપર્કમાં હતો. જે પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતા. જેણે દિલ્હીમાં ધર્મ પરિવર્તન કર્યું હતું.

ADVERTISEMENT

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કર્યા બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરનાં અશોક સુથાર ઉર્ફે અબુબકરને લઈ ખુલાસો થવા પામ્યો છે. જેમાં અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાની યુવતીઓનાં સંપર્કમાં આવ્યા બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું. અશોક ઉર્ફે અબુબકરનાં ઘરે તપાસમાં પોલીસને કેટલીક હકીકતો જાણવા મળી હતી.

surat maulana case

પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું

કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.

મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ

અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

વધુ વાંચોઃ સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે વધુ એક ગોટાળો, ભાડે રહેતા ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બીલ બાકીનો આવ્યો મેસેજ

મૌલવી પાસેથી જન્મના પ્રમાણપત્ર મળ્યા હતા

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Surat Maulvi arrested Pakistani girls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ