બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે વધુ એક ગોટાળો, ભાડે રહેતા ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બીલ બાકીનો આવ્યો મેસેજ

વડોદરા / સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે વધુ એક ગોટાળો, ભાડે રહેતા ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બીલ બાકીનો આવ્યો મેસેજ

Last Updated: 10:28 AM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી એક વ્યક્તિને લાખો રૂપિયાનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો.

સ્માર્ટ મીટરને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી વ્યક્તિને 9.24 લાખનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો. મહિને 1300 થી 1400 બિલ ભરતા નાગરિકને 9.24 લાખનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો છે. MGVCLએ રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો.

ગ્રાહકે પોતાની આપવીતી જણાવી

આ બાબતે મૃત્યુંજય ધરને જણાવ્યું હતું કે, હું ચિંતરંજન મુખર્જીનાં ઘરમાં ભાડે રહું છું. મારૂ બે મહિનાનું વીજ બીલ 1500 થી 2000 આવે છે. પણ આ વખતે સ્માર્ટ મીટર લાગ્યા બાદ મારી પાસે મેસેજ આવ્યો કે તમારૂ રૂા. 9.24 લાખનું બીલ બાકી છે. આવો મેસેજ આવતા હું ચોકી ઉઠ્યો હતો. તેમજ આ બાબતે મે MGVCL રજૂઆત પણ કરી હતી.

SMART MITER

લોકોમાં ગેરસમજ દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા ગતરોજ મહત્વનો નિર્ણય કરાયો

સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચોઃ હવામાન વિભાગે કરી ભીષણ ગરમીની આગાહી, 13 જીલ્લામાં અપાયું ઓરેંજ એલર્ટ

સ્માર્ટ મીટરનો મુદો હાઈકોર્ટમાં પહોંચ્યો

સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Bill Due Pre-Paid Smart Meter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ