બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Retail inflation will hit 10-month highs RBI possibility of cutting interest rate

મોંઘવારી / 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચશે છૂટક મોંઘવારી! સરકાર રાહત માટે લઈ શકે આ પગલાં

Bhushita

Last Updated: 10:40 AM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની છૂટક મોંઘવારી દર ઓગસ્ટ મહિનામાં 10 મહિનાના ઊંચા સ્તરે પહોંચી શકે છે. ખાદ્યપદાર્થોની ઊંચી કિંમતના કારણે મોંઘવારી વધી રહી છે. રોયટર્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે મોંઘવારીના વધવાને લઈને મોદી સરકાર કેટલીક રાહત પણ આપી રહી છે. તેના કારણે રિઝર્વ બેંક એક વાર ફરી વ્યાજના દરમાં ઘટાડો કરે તે શક્ય છે.

વધ્યો મોંઘવારીનો દર
ઉલ્લેખનીય છે કે મોંઘવારી નક્કી કરવામાં ખાદ્ય પદાર્થોનો ભાગ લગભગ અડધો હોય છે. રોયટર્સના સર્વેમાં સામેલ 40 ઈકોનોમિસ્ટમાં મોટાભાગનાએ માન્યું કે ઓગસ્ટમાં છૂટક મોંધવારીનું પ્રમાણ 3.3 ટકા રહેશે. જે છેલ્લા 10 મહિનાનું સૌથી ઊંચું મોંઘવારીનું સ્તર છે. આ પહેલાં જુલાઈમાં છૂટક મોંઘવારીનું સ્તર 3.15 ટકા રહ્યું હતું.

સરકારને માટે હજુ પણ છે રાહત
જાણકારોના આધારે દક્ષિણ-પશ્ચિમી રાજ્યમાં ભારે વરસાદના કારણે ખાદ્ય સામાન પહોંચાડવામાં તકલીફ પડી હતી જેના કારણે પણ મોંઘવારી વધવાની શક્યતા છે. જો કે ઓગસ્ટ મહિનાની મોંઘવારીના આંકડા 3.3 ટકાની આસપાસ રહે છે તો પણ સતત 13 મહિના ભારતીય રિઝર્વ બેંકના મીડિયમ લક્ષ્ય 4 ટકાની અંદર જ રહેશે. તેનો અર્થ એ કે રિર્ઝવ બેંક દ્વારા વ્યાજના દરમાં એક વાર ઘટાડાની સંભાવનાને નકારી શકાય નહીં.

હાલમાં કાચા તેલની કિંમતોમાં પણ 7 ટકાનો ઘટાડો થયો છે જે ભારતનું સૌથી મોટું આયાત છે. છતાં પણ મોંઘવારી વધવાની શક્યતા છે. મુખ્ય મોંઘવારીમાં ઓગસ્ટ મહિનામાં વધારો થવાની આશંકા છે. આનું કારણ એ પણ છે કે વૈશ્વિક આર્થિક સુસ્તીને કારણે સોનાની કિંમતોમાં પણ વધારો થયો છે અને તે 6 વર્ષના સૌથી ઊંચા સ્તરે છે. 

2012માં મોંઘવારીના નવા સૂચકાંક બન્યા બાદ પહેલી વાર એવું થશે કે 13 મહિના સુધી મોંધવારી રિઝર્વ બેંકના ટારગેટથી નીચે હોય. જીડીપી ગ્રોથ દર પણ 2013 બાદ સૌથી નીચેના સ્તરે ચાલી રહ્યો છે. રિઝર્વ બેંકને માટે સતત પાંચમી વાર વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે.

રિઝર્વ બેંક આવનારા મહિનામાં પોતાની મૌદ્રિક નીતિની સમીક્ષા કરશે. આ પહેલાં 7 ઓગસ્ટે રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કરતાં રેપો રેટ 5.40 ટકા કર્યો હતો. એક વર્ષની અંદર રેપો રેટમાં 1.1 ટકાનો ઘટાડો આવ્યો છે. 

ફોટો સૌજન્ય - Twitter.com

સંકળાયેલા મુદ્દાઓ

High Rate Interest Rate RBI Retail inflation ઓગસ્ટ મોંઘવારી વ્યાજના દર Retail inflation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ