બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Reservation allowed to Marathas in Maharashtra total reservation quota will be 72 percent

Maratha Reservation / મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતની મંજૂરી: હવે કુલ 72 ટકા થઈ જશે અનામતનો કોટા, જાણો કઈ રીતે મળશે ફાયદો

Megha

Last Updated: 02:52 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં એકનાથ શિંદે કેબિનેટ તરફથી મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપતું બિલ પસાર કરવામાં આવ્યું, જે સાથે મહારાષ્ટ્રમાં કુલ અનામત 72 ટકા થઈ જશે.

Maratha reservation: મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપતું બિલ મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. મરાઠા કેબિનેટે મંગળવારે 20 ફેબ્રુઆરીએ જ બિલને મંજૂરી આપી દીધી હતી. નોકરીઓ અને શિક્ષણમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો હેઠળ 10% મરાઠા આરક્ષણનો કાયદો પસાર થતાં, મહારાષ્ટ્રમાં કુલ અનામત 72 ટકા થઈ જશે.

મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં એકનાથ શિંદે કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ અંતર્ગત રાજ્યમાં હાજર 28 ટકા મરાઠા સમુદાયને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સમાન અનામત આપવાની દરખાસ્ત છે. છેલ્લા એક દાયકામાં આ ત્રીજી વખત છે જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે આ પ્રકારનું બિલ મંજૂર કરવામાં આવ્યું છે.

આ પ્રસ્તાવ મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગની ભલામણના આધારે લાવવામાં આવ્યો છે. કમિશનના રિપોર્ટ અનુસાર રાજ્યમાં 28 ટકા વસ્તી મરાઠા સમુદાયની છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે મરાઠા સમુદાયના પછાત થવાના કેટલાક અસાધારણ કારણો છે. આવી સ્થિતિમાં, આ વર્ગને અનામત આપવા માટે જાતિ અનામતની 50 ટકા મર્યાદાને પાર કરી શકાય છે. મહારાષ્ટ્રમાં EWS ને પણ 10 ટકા આરક્ષણ આપવામાં આવી રહ્યું છે. 

વધુ વાંચો: કોંગ્રેસના આ નેતાનો ફોન આવ્યો અને કેન્સલ થઈ ગયો કમલનાથનો એક્ઝિટ પ્લાન: ભાજપમાં જતાં કોણે રોક્યા?

મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ફરી એકવાર 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન કરશે. અગાઉ, વર્ષ 2018 માં, દેવેન્દ્ર ફડણવીસ સરકાર સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો માટે અનામત કાયદો લાવી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે એક દાયકાની અંદર ત્રીજી વખત બિલ પસાર કરવામાં આવ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ