બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / kamal nath canceled his plan after talking to rahul gandhi

મધ્યપ્રદેશ / કોંગ્રેસના આ નેતાનો ફોન આવ્યો અને કેન્સલ થઈ ગયો કમલનાથનો એક્ઝિટ પ્લાન: ભાજપમાં જતાં કોણે રોક્યા?

Manisha Jogi

Last Updated: 02:24 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમલનાથ અને તેમના દીકરા સાંસદ નકુલનાથ હવે કોંગ્રેસમાં જ રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર કમલનાથે રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કર્યા પછી કોંગ્રેસને બાય બાય કહેવાનો પ્લાન કેન્સલ કર્યો.

કમલનાથ અને તેમના દીકરા સાંસદ નકુલનાથ હવે કોંગ્રેસમાં જ રહેશે. થોડા દિવસ પહેલા ચર્ચા કરવામાં આવી રહી હતી કે, કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ તઈ શકે છે. કમલનાથ છિંદવાડા જવાનો પ્લાન કેન્સલ કરીને દિલ્હી જવા માટે રવાના થયા ત્યારે આ અફવા વધુ ફેલાઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કમલનાથે રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કર્યા પછી કોંગ્રેસને બાય બાય કહેવાનો પ્લાન કેન્સલ કર્યો.

કમલનાથે ભાજપમાં શામેલ થવાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીને ફોન કર્યો હતો. રાહુલ ગાંધીએ કમલનાથ અને નકુલનાથ સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ કમલનાથને કહ્યું હતું કે, પાર્ટીએ તેમને બધુ જ આપ્યું છે, આગળ પણ તેમનું ધ્યાન રાખવામાં આવશે. આ વાત પછી કમલનાથે કોંગ્રેસમાંથી એક્ઝિટ થવાનો પ્લાન કેન્સલ કર્યો. 

સમર્થકોએ કર્યો દાવો
કોંગ્રેસના અન્ય નેતા અને કમલનાથના સમર્થકોએ જણાવ્યું હતું કે, પાર્ટીમાં સતત તેમને અવગણવામાં આવી રહ્યા છે. જેથી તેઓ આગામી દિવસોમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. કમલનાથે દિલ્હી જતા પહેલા છિંદવાડામાં પાર્ટી નેતાઓ સાથે સીક્રેટ મીટિંગ કરી હતી. સૂત્રો અનુસાર આ બેઠકમાં નેતાઓએ તેમને ભાજપ જોઈન કરવાની સલાહ આપી હતી. તાજેતરમાં જ કમલનાથ અને નકુલનાથે ભાજપ વિરુદ્ધ અનેક નિવેદન આપ્યા હતા, ત્યારપછી ભાજપ જોઈન કરવાની અટકળો કરવામાં આવી રહી હતી. 

વધુ વાંચો: કટ્ટર વિરોધી નેતા પણ બની ગયા PM મોદીના ફેન; કહ્યું કાશ્મીરને જેની જરૂર હતી એ જ કામ કરી રહ્યા છે PM

સજ્જન સિંહ વર્માએ કર્યું ખંડન
કમલનાથ દિલ્હી ગયા પછી લગ અલગ અટકળો કરવામાં આવી રહી હતી. અનેક સમર્થકોએ સોશિયલ મીડિયા પેજમાં આવી પોસ્ટ કરી હતી, જે પછી સસ્પેન્સ ક્રિએટ થયું હતું કે રાજ્યમાં રાજકીય પાસાઓ પલટાઈ શકે છે. કમલનાથ સાથે મુલાકાત કરવા માટે સજ્જન સિંહ વર્મા દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાત પછી તેમણે જણાવ્યું હતું કે, કમલનાથ કોંગ્રેસમાં જ રહેશે. જીતૂ પટવારીએ પણ રવિવારે દાવો કર્યો હતો કે, કમલનાથ સાથે ફોન પર વાત થઈ છે, તેમણે કોંગ્રેસ છોડવાની વાતને અફવા ગણાવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ