ચીનમાં આવેલ સોનાની એખ ખાણમાં 11 લોકો જમીનની 2 હજાર ફૂટ નીચે 14 દિવસથી ફંસાયા હતા. અંતમાં રવિવારના રોજ બધા 11 લોકોને બહાર નિકાળવામાં આવ્યાં છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ચીનમાં આવેલ સોનાની ખાણમાં ફસાયેલા 11 લોકોને જમીનની નીચે 2,000 ફૂટ નીચેથી 14 દિવસ પછી બહાર કાઢવામાં આવ્યાં હતા. સૂત્રોને મળતી માહિતી મુજબ ખીણમાં ફસાયેલા લોકોને આંખો પર કાળી પટ્ટી બાંધીને બહાર નીકળાવમાં આવ્યાં.
પ્રાપ્ત મળતી માહિતી મુજબ 10 જાન્યુઆરીના રોજ ચીનના કિકિસયામાં આવેલ સોનાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ 11 લોકો ખીણમાં ફસાઇ ગયા હતા. તેઓને બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ ગયો હતો. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું.
Rescuers are still trying to locate another 10 workers still missing inside the mine in Qixia, a major gold-producing region.https://t.co/KZoSsPUOvW
14 દિવસ સુધી ફસાયેલા રહેલા લોકો ઘણા કમજોર જોવા મળતા હતા. પહેલી વખત શનિવારના રોજ રેસક્યૂ ટીમ ત્યાં સુધી પહોચી હતી અને તેઓને થોડો સામાન, ખાવાનું અને પેપ-પેન મોકલવામાં આવ્યું હતું.
રેસ્કયું ટીમ તરફથી પેપર-પેન મોકલવામાં આવ્યા પછી ફસાયેલા લોકોને હાથથી એક નોટ લખીને જણાવ્યું હતું કે તેઓ જીવિત છે. લોકોએ તરત મદદ માગી હતી અને કહ્યું હતું કે કેટલાક લોકોની હાલત ખરાબ થઇ રહી છે.
એક રિપોર્ટ અનુસાર 11 લોકોને બહાર નિકાળવા માટે 600 રેસ્કયુ વર્કર્સ કામ કરી રહ્યાં હતા. પોતાની નોટમાં ફસાયેલા લોકોએ જણાવ્યું હતું કે અંદાજે એક ડઝન લોકો જીવિત છે અને તેને દવાઓ, મેડિકલ ટેપ અને કેટલોક અન્ય સામાનની ઘણી તાતી જરુરિયાત છે.