બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rescue of Raj who fell in a bore in Jamnagar after 9 hours of struggle

હાશકારો / તમારી પ્રાર્થના અને તંત્રની મહેનત રંગ લાવી, 9 કલાકની જહેમતે જામનગરમાં બોરમાં પડેલા રાજનો બચાવ, રેસ્ક્યૂ જોવા જેવુ

Priyakant

Last Updated: 09:20 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar Latest News: આશરે 9 કલાકની મહેનતને અંતે ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકને બોરવેલમાંથી બહાર કઢાયો, રાજુ નામનુ 2 વર્ષનુ બાળક 10 થી 12 ફૂટ ઉંડે બોરમાં ફસાઈ હતું

  • ગોવાણા બોરવેલમાં ફસાયેલા બાળકનો બચાવ 
  • 9 કલાકની જહેમત બાદ બાળકને બહાર કાઢયો 
  • ફાયર વિભાગની ટીમની મહેનત રંગ લાવી  
  • પોલીસ અને વહીવટીતંત્ર સતત ખડેપગે રહ્યું 
  • તબીબો દ્વારા સારવાર આપવામાં આવી 

Jamnagar News : જામનગરના ગોવાણા ગામમાં બોરવેલમાં ફસાયેલા બાળકનો બચાવ થયો છે. વાત જાણે એમ છે કે, 9 કલાકની જહેમત બાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. વિગતો મુજબ ગોવાણા ગામની સીમમાં આશરે બે વર્ષની ઉંમરનું બાળક રમતા રમતા કૂવામાં પડી ગયું છે. જેની જાણ થતાં સ્થાનિકોએ 108 અને ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદમાં આશરે 9 કલાકની મહેનતને અંતે ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકને બોરવેલમાંથી બહાર કઢાયો છે. 

જામનગરના ગોવાણા ગામમાં બોરવેલમાં ફસાયેલા બાળકને લઈ તંત્રની મહેનત રંગ લાવી છે. વિગતો મુજબ ગઇકાલે જામનગરના ગોવાણા ગામના સીમમાં વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું હતું. આ તરફ બાળક બોરવેલમાં પડ્યું હોવાનું સામે આવતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું. જ્યાં 9 કલાકની મહેનતને અંતે બાળકને બચાવી લેવામાં આવ્યું છે. રાજ નામનુ 2 વર્ષનુ બાળક 10 થી 12 ફૂટ ઉંડે બોરમાં ફસાઈ ગયુ હતું. જેના પગલે JCBથી નજીકમાં ખાડો ખોદવામાં આવ્યા બાદ બાળકને બોરવેલમાં એક્સીજન પણ અપાયો હતો. 

જાણીએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે.  સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે.

જાણો શું હતો બનાવ ? 
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ખુલ્લા ખેતર વાળીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. જ્યારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે 9 કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણામાં બનેલ ગઈકાલની ઘટનામાં વહીવટી તંત્રની મહેનત રંગ લાવી અને બે વર્ષના માસુમ બાળક રાજને બોરવેલમાંથી બહાર કાઢી સફળ ઓપરેશન પાર પાડી નવી જિંદગી આપવામાં આવી. ગોવાણા ગામે વાળી ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થતાની સાથે જ બાળકના માતા પિતાએ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી અને તેમના દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા જામનગર જિલ્લાના વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચ્યો હતો.

તંત્રની કામગીરી રંગ લાવી 
જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી અને કામિલ મહેતાની ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકના બંને હાથ દોરીથી બાંધી લઈ તેને એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો. ત્યારબાદ રિલાયન્સ સહિતની ફાયરની અનેક ટીમો ઓપરેશનમાં જોડાઈ અને 108ની મદદથી બોરવેલમાં રહેલ બાળકને સતત ઓક્સિજન પૂરો પાડી તેના જીવ બચાવવામાં આવ્યો. સાથે સાથે બોરવેલની બાજુમાં ત્રણ ફૂટના અંતરે એક ઊંડો ખાડો કરી અને નીચેથી ઊંડો ખાડો કરી અને આખરે નવ કલાકની જહેમત બાદ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું.

વધુ વાંચો: ગુજરાતનું બીજું ડાકોર! જ્યાં ભોંયરામાં બિરાજમાન છે દાદા, પ્રસાદી બીજા દિવસે થઈ જાય છે સ્વાદવિહીન

બાળકને સારવાર અર્થે ખસેડાયું 
બોરવેલમાંથી બાળકને જીવિત કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક તબીબોની ટીમ દ્વારા બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. જ્યારે જેવી હાલતમાં બાળક બોરવેલમાંથી જીવિત બહાર નીકળતા તેના માતા-પિતા અને રેસ્ક્યુ કરનાર તમામ લોકોમાં એક ખુશીનો આનંદ જોવા મળ્યો. મહત્વનું છે કે, વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ તમામ વિભાગોની મહેનત રંગ લાવી અને જામનગરમાં ઇતિહાસમાં કહી શકાય કે, પ્રથમ વખત બોરવેલમાં ગરકાવ બાળકને આખરે નવ કલાક બાદ પણ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ