ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
માર્ચ સુધી વધી શકે છે યોજનાનો લાભ
દેશની ગરીબ જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે સરકારે PMGKY યોજનાની જાહેરાત માર્ચમાં કરી હતી. પહેલા આ યોજના જૂન સુધી લાગૂ કરાઈ હતી. ત્યારબાદ તેને નવેમ્બર 2020 સુધી લંબાવાઈ હતી અ્ને ફરી તેને માર્ચ સુધી વધારવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT

શું હોઈ શકે છે રાહત પેકેજ 3.0માં
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર આ યોજનામાં સરકાર કેશની સાથે અનાજની સમય મર્યાદા પણ વધારી શકે છે. એક અધિકારીએ કહ્યું કે સામાજિક સુરક્ષા આપનારા ઉપાયો પર ફોકસ કરાયું છે.
PMGKYમાં કેશ ટ્રાન્સફર સ્કીમને કરી શકાશે સામેલ
ADVERTISEMENT
ત્રીજા પ્રોત્સાહન પેકેજમાં સરકાર 20 કરોડ જનધન ખાતા અને 3 કરોડ ગરીબ સિનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગને કેશ ટ્રાન્સફર સ્કીમને પણ સામેલ કરાશે. આ કેશ ટ્રાન્સફર સ્કીમ પણ PMGKYનો ભાગ છે.

ADVERTISEMENT
PMGKYમાં મળે છે આ લાભ
PMGKYના આધારે એક વ્યક્તિને 1 મહિનામાં 5 કિલો ઘઉં કે ચોખા ફ્રીમાં મળશે, સરકારની આ યોજનાનો ફાયદો દેશના 81 કરોડ ગરીબ લોકોને મળશે.
આ સિવાય 19.4 કરોડ હાઉસ હોલ્ડરને દર મહિને 1 કિલો ચણા ફ્રી મળશે.
આ અનાજ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના આધારે અપાશે.
ADVERTISEMENT
જાણો શું છે PMGKY
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના મહામારીને રોકવા લોકડાઉનમાં લોકોને બચાવવા PMGKYની જાહેરાત કરી. કુલ 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજના આધારે સરકારે ગરીબોને ફ્રીમાં રાશન, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તથા ખેડૂતોને રોકડ સહાયની જાહેરાત કરી. તેમાં પીએમ કિસાન સ્કીમના આધારે 8 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર કરાઈ.
શા માટે આગળ વધી શકે છે PMGKY ની તારીખ
મહામારીમાં કેન્દ્ર સરકારે દેશની જનતાને વાયદો કર્યો કે અનાજની ખામીના કારણે 5 મહિનામાં કોઈ પરિવાર ભૂથ્યો ન રહે તેનું ધ્યાન રખાશે, માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ સ્કીમની તારીખને વધારે આગળ વધારી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT