બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Relying on incomplete and misleading health information on the Internet will cause serious damage to health, here are the remedies

હેલ્થ / ઈન્ટરનેટ પર હેલ્થની અધુરી અને ભ્રામક માહિતી પર ભરોસો કર્યો તો મર્યા સમજો, જાણો કેવી રીતે બચશો

Vishal Dave

Last Updated: 04:25 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટના વધતા પ્રમાણને કારણે માહિતીની વિસ્ફોટ થયો છે. જેમા હેલ્થ રીલેટેડ માહિતીનું પ્રમાણ પણ વધ્યુ છેે પરંતુ એમા કેટલીક માહિતી ભ્રામક અને મિસલીડ કરનારી પણ હોય છે જેનું અનુકરણ કરવુ તમારા માટે નુકસાનકારક સાબીત થાય છે.

લાઈફસ્ટાઈલની ખરાબ અદતને કારણે આજે એવી- એવી બીમારીઓ થઈ રહી છે જેને મટાડવા માટે ઘણા રૂપિયાનો ખર્ચ થાય છે. અનેક લોકો કેટલીક બીમારીઓથી બચવા કે તેના ઉપાય માટે ઓનલાઈન ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીઓ અને ટ્રિક અપનાવતા હોય છે. પરંતુ ઈન્ટરનેટની આ દૂનિયામાં હેલ્થ રીલેટેડ અનેક ભ્રામક અને અધુરી વિગતો ઉપલબ્ધ છે.જેનુ અનુકરણ કરવાથી તમને ફાયદો થવાની જગ્યાએ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબીત થઈ શકે છે.

માહિતીનો ઓવરફ્લો મૂંઝવણ ઉભી કરી શકે છે.

ડિજિટલ ક્રાંતિને કારણે આરોગ્ય સંબંધિત માહિતી સળતાથી ઓનલાઈન મળી રહે છે. પરંતુ આનાથી સૂચનાઓનું પ્રમાણ વધી જવાથી કેટલાક પડકાર પણ ઉભા થયા છે. વધારે માત્રામાં હેલ્થ રીલેટેડ કન્ટેન્ટ મળવાથી લોકો માટે કેટલીકવાર નિર્ધારિત કરવું મુશ્કેલ છે કે કઈ ઈન્ફોર્મેશન સટીક અને સાચી છે. માહિતીનો ઓવરફ્લો મૂંઝવણ ઉભી કરી શકે છે. આવી મુંઝવણની સ્થિતિ લોકોને હેલ્થ સંબંધીત નિર્ણયો લેતા અટકાવી શકે છે. 

વૈજ્ઞાનિક સમર્થન વિના સ્વાસ્થ્ય સલાહ આપતા વીડિયોની ભરમાળ

હેલ્થની ખોટી માહિતીનું પાલન કરવાથી તે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબીત થઈ શકે છે. ખાસ કરીને YouTube જેવા પ્લેટફોર્મ પર સ્વાસ્થ્ય સંબંધીત કેટલાય વીડિયો ઉપલબ્ધ છે. પરંતુ YouTube પરની તમામ સામગ્રી પર વિશ્વાસ કરી શકાય નહીં. આમાં ઘણાય કિસ્સામાં વૈજ્ઞાનિક સમર્થન વિના સ્વાસ્થ્ય સલાહ આપતા વીડિયો જોવા મળે છે. અનેક YouTube વીડિયોમાં કોઈ તાર્કિક અથવા વૈજ્ઞાનિક આધાર વગરના પાયાવિહોણા ઉકેલોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેનુ પાલન કરવાથી તમારા હેલ્થને ભારે નુકસાન થઈ શકે છે.

 

ખોટી માહિતીઓથી બચવા આ રીત અપનાવો

વિશ્વસનીય સ્ત્રોત: WHO,સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, અમેરિકન હાર્ટ એસોસિએશન સંસ્થાઓ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની માહિતી પર વિશ્વાસ કરો. આ સ્ત્રોતોથી મળેલી માહિતી પરિણામો આપે તેવી શક્યતા વધુ હોય છે.

 હેલ્થકેર પ્રોફેશનલ્સ : હેલ્થ સંબંધીત સચોટ માર્ગદર્શન કે માહિતી માટે હેલ્થકેર પ્રોફેશનલ્સનો સંપર્ક કરવો જોઇએ. ઑનલાઇન વિવિધ પ્લેટફોર્મ પરથી મળતી માહિતી રસપ્રદ હોઈ શકે છે પરંતુ તે પ્રોફેશનલ્સનું સ્થાન ન લઈ શકે.

 

આ પણ વાંચોઃ ફાંદથી છો પરેશાન? તો રોજ રાત્રે સૂતા પહેલા પી લો આદુ, લવિંગ અને લીંબુથી બનેલું આ ડ્રીંક, મળશે છૂટકારો

 

મુલ્યાંકન :- તમે જે આર્ટિકલ કે વીડિયો જોયો છે તેના ક્રિએટરની સાખને તપાસવી જોઈયે. તેમના દ્વારા કરાયેલા દાવાને સબુતો સાથે કોઈ પ્રતિષ્ઠિત સોર્સ સાથે કમ્પેર કરવું ત્યાર બાદ જ તેમની સલાહનું પાલન કરવું. 

હેલ્થની એપનો વિવેકથી ઉપયોગ કરો :- હેલ્થ રીલેટેડ એપ્સ અને ટ્રેકર્સને પ્રોફેશનલ્સ જગ્યા આપવાની જગ્યાએ તેને સપ્લીમેંટ્સના રૂપમાં અપનાવો. એક્સપર્ટ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત હેલ્થની એપનો ઉપયોગ કરો.

પૂર્વગ્રહથી બચો;- જે માન્યતાઓ પહેલાથી સ્થાપિત થયેલી છે તેવી ઈન્ફર્મેશન શોધવાની વૃતિને ટાળો. હેલ્થ સંબંધિત માહિતી માટે મગજના તમામ દરવાજા ખુલ્લા રાખી વિવિધ દ્રષ્ટિકોણ પર વિચાર કરો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ