ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Religious Significance of Makar Sankranti

જ્યોતિષ / જાણો આ મકરસંક્રાતિનું ધર્મમાં શું છે મહત્વ?, આ પુજા અવશ્ય કરવી

Published By: Kashyap

Last Updated: 07:47 PM, 13 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નજરથી મકરસંક્રાંતિનું મોટુ મહત્ત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સુર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે.

ADVERTISEMENT

જ્યાં સુધી સુર્ય પુર્વથી દક્ષિણ તરફ ચાલે છે તે દરમિયાન સુર્યના કિરણોને ખરાબ મનાય છે, પરંતુ જ્યારે સુર્ય પુર્વથી ઉત્તર તરફ જાય છે ત્યારે સુર્યના કિરણો આરોગ્ય અને શાંતિને વધારે છે. આ કારણે સાધુ-સંત અને એ લોકો જે આધ્યાત્મિક ક્રિયાઓથી જોડાયેલા છે તેમને શાંતિ અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો પહેલાના કડવા અનુભવોને ભુલીને મનુષ્ય આગળની તરફ વધે છે

સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતમાં કહ્યું છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સુર્ય દેવનું ઉત્તરાયણ થાય છે ત્યારે પૃથ્વી પ્રકાશમય થાય છે. આ પ્રકાશમાં શરીરનો ત્યાગ કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્માને પ્રાપ્ત થાય છે. ભીષ્મ પિતામહ જેને ઇચ્છામૃત્યુનુ વરદાન પ્રાપ્ત હતુ તેણે પણ મકરસંક્રાતિના દિવસે જ શરીરનો ત્યાગ કર્યો હતો. 

વર્ષ 2020માં સુર્ય 14 જાન્યુઆરીની સાંજે મકર રાશિમાં પ્રવેશ કરે છે. સંક્રાતિનુ પુણ્ય સ્નાન સુર્યોદય પર કરવામાં આવે છે તેથી આ વર્ષે 15 જાન્યુઆરીએ સંક્રાંતિ મનાવવામાં આવશે. 14 જાન્યુઆરીએ સંક્રાંતિ ગદર્ભ પર સવાર થઇને આવી રહી છે. 

14 જાન્યુઆરીએ સાંજે 7.53 વાગે સુર્યદેવ ધનથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સુર્યનુ રાશિ પરિવર્તન સુર્યાસ્ત બાદ થશે. આ કારણે પુણ્યકાળ 15 જાન્યુઆરીએ સવારે શ્રેષ્ઠ રહેશે.

શાસ્ત્રો અનુસાર મકરસંક્રાતિના રોજ તમામ જાતકો (સ્ત્રી હોય કે પુરુષ) એ સુર્યોદય પહેલા પોતાની પથારી છોડી દેવી જોઇએ અને સ્નાનાદિ પતાવી દેવું જોઇએ. જે વ્યક્તિ આમ નથી કરતી તે રોગી અને નિર્ધન બને છે. 

ખાસ કરીને મકરસંક્રાંતિ પર તલનું સ્નાન અત્યંત પુણ્યદાયક જણાવાયુ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે તલથી સ્નાન કરનાર મનુષ્ય સાત જન્મ સુધી સારુ આરોગ્ય પ્રાપ્ત કરે છે. જાતક રુપવાન થાય છે અને તેને કોઇ પણ રોગનો ભય રહેતો નથી. આ દિવસે સુર્યદેવની પુજા અવશ્ય કરવી જોઇએ. સુર્યદેવને પ્રસન્ન કરવા પર વિશેષ ફળ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Makar Sankranti 2020 Religious News Spiritual Uttarayan 2020 ઉત્તરાયણ ધર્મ મકરસંક્રાતિ Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ