બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Relief from stray cattle in some areas of Ahmedabad

કાર્યવાહી / તંત્ર સજાગ થતા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકોને રખડતા ઢોરના ત્રાસથી રાહત, AMCની કાર્યવાહીથી પશુપાલકોમાં ફફડાટ!

Dhruv

Last Updated: 01:14 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં તંત્ર આળસ ખંખેરીને સજાગ થયું છે. જેના લીધે શહેરના કેટલાક વિસ્તારોના રોડ પરથી તો ઢોર જ ગાયબ થઇ ગયા.

  • તંત્ર સજાગ થતા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ પરથી ઢોર ગાયબ!
  • ઢોર પકડવાનો ડબ્બો આવશેના ડરથી ઢોરોને વાડામાં જ બાંધી રાખ્યા
  • આજે શહેરના બોપલના મુખ્ય રોડ પર ક્યાંક રખડતા ઢોર નથી દેખાતા

અમદાવાદમાં મહાનગરપાલિકાના એક્શન બાદ ઢોરનો ડબ્બો ફરવાનો છે એવા ડરથી પશુપાલકોએ આજે પોતાના ઢોર (પશુઓ) ને વાડામાં જ બાંધી રાખ્યા છે. જેના લીધે શહેરના કેટલાંક વિસ્તારોમાં આજે જાહેર માર્ગો પર ઢોર કોઇ જગ્યાએ નથી દેખાઇ રહ્યાં. ક્યાંક-ક્યાંક ગણ્યા ગાંઠ્યા છુટા છુટા એક બે ઢોર દેખાઇ શકે.

અમદાવાદના બોપલના મુખ્ય રોડ પર આજે એક પણ ઢોર નથી દેખાતું

સત્તાને પડકારતા પશુપાલકો સામે મહાનગરપાલિકાની અસરકારક કામગીરી જોવા મળતા નાગરિકો પણ ખુશ દેખાઇ રહ્યાં છે. કારણ કે રખડતા ઢોરના કારણે જાહેર જનતા પણ પરેશાન થઇ ગઇ હતી. ત્યારે હાઇકોર્ટના આકરા વલણ બાદ અમદાવાદ મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના બોપલના મુખ્ય રોડ પર આજે એક પણ ઢોર દેખાતું નથી.

મનપાએ કોઈની પણ શરમમાં ન આવવાનું નક્કી કરતા પશુપાલકો ડર્યા!

મહાનગરપાલિકાએ કોઈની પણ શરમમાં ન આવવાનું નક્કી કરતા પશુપાલકો જાણે કે ડરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પશુપાલકો હાઇકોર્ટના આદેશ અનુસાર અને મનપાની કાર્યવાહીને જોતા પોતાના પશુઓને વાડામાંથી બહાર જ નથી નીકાળી રહ્યાં. રોજ સવારના 7 વાગ્યે વાડામાંથી ઢોર છુટ્ટા મુકતા પશુપાલકોએ આજે પોતાના પશુઓને વાડામાં જ બાંધી રાખ્યા છે. જેના લીધે જાહેર જનતાને પણ હાશકારો થયો છે. તેમજ ટ્રાફિકની સમસ્યામાં પણ થોડી રાહત જોવા મળી છે. જોકે તંત્રની આ કાર્યવાહીને જોતા એવું લાગી રહ્યું છે કે જો મહાનગરપાલિકા ઈચ્છે તો અમદાવાદ 'ઢોર ત્રાસ મુક્ત' થઈ શકે છે. ગુજરાતના ગ્રોથ એન્જિન અમદાવાદને બાનમાં લેતા પશુપાલકો સામે મહાનગરપાલિકાનું કડક એક્શન લેખે લાગ્યું હોય એવું લાગી રહ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું

ઉલ્લેખનીય છે કે, રાજ્ય (Gujarat)માં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો છે. ત્યારે બીજી બાજુ આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે.

ACPને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરાવવા સૂચના

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પ્રસિદ્ધ કરતા જણાવ્યું છે કે, 'જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડો.' તદુપરાંત રખડતી ગાયોને પકડવામાં મદદ કરવાની પણ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ACPને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરાવવા સૂચના આપવામાં આવી છે.

26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ

વધુમાં તમને જણાવી દઇએ કે, જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. પ્રસિદ્ધ કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ અપાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ