બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / registration-online-child-birth-certificate-on-20-rupees-this-is-process

NULL / 20 રૂપિયામાં ઓનલાઇન બનાવો બાળકનું જન્મ પ્રમાણપત્ર આ છે પ્રોસેસ ...

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હવે તમારા માટે બર્થ સર્ટિફિકેટ બનાવવું સરળ થઇ ગયું છે. હવે તમે એને ઓનલાઇન ઘરે બેઠા સરળતાથી બનાવી શકો છો. બર્થ સર્ટિફીકેટ જન્મથી લઇને શાળામાં એડમિશન અને પાસપોર્ટ બનાવવા જેવા કામોમાં કામ કરે છે. જો તમે હજુ સુધી પોતાનુ અથવા તમારા બાળકનું પ્રમાણપત્ર બનાવડાવ્યું નથી તો તમે આ પ્રક્રિયા દ્વારા બર્થ સર્ટિફીકેટ બનાવી શકો છો.

જન્મના 21 દિવસની અંદર કરવાની હોય છે નોંધણી

જન્મ સમયે મોટાભાગના હોસ્પિટલ જન્મને સ્થાનિક સંસ્થાઓ જેવા કે નગરપાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે રજિસ્ટર કરાવી દે છે. એવું નહીં કરવા પર હોસ્પિટલ પોતાની ડિસ્ચાર્જ સ્લીપ અથવા જન્મનો પ્રમાણપત્ર બનાવીને આપે છે. આવા કિસ્સાઓમાં જ્યારે તમને હોસ્પિટલમાંથી જન્મનો પ્રમાણપત્ર મળ્યું નથી તો તમને જાતે જ નગરપાલિકાની વેબસાઇટ પર જઇને બર્થ સર્ટિફીકેટ માટે નોંધણી કરવું પડશે. નગરપાલિકાની વેબસાઇટ પર જઇને 21 દિવસની અંદર નોંધણી કરાવવાનું હોય છે.એક વર્ષથી વધુ ઉંમરના કિસ્સાઓમાં મેજિસ્ટ્રેટના ઓર્ડર પર થશે રજિસ્ટ્રેશન

મોટાભાગના રાજ્યોમાં જન્મ પ્રમાણપત્ર માટે જન્મના 21 દિવસની અંદર નોંધણી કરવામાં આવે છે. જો 'જન્મ પ્રમાણપત્ર' બનાવા માટે એક વર્ષની અંદર નોંધણી કરવામાં આવ્યું નહીં તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના આદેશ  મેળવ્યા બાદ જ નોંધણી કરવી શકશો. જો મેજિસ્ટ્રેટ સર્ટિફિકેટ આપી દે છે તો તમે 'જન્મ પ્રમાણપત્ર'  માટે નોંધણીની કરાવી શકો છો.


ફોર્મ પર તમારી અને તમારા પિતાની જાણકારી ભરવી પડશે.


તમારે તમારું  જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે નોંધણી ફોર્મ પર તમારી અને તમારા પિતાની જાણકારી ભરવી પડશે. એકવર્ષ જૂના કિસ્સાઓમાં તમારે તમારા વિસ્તારના સબ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની પાસે જઇને સવારે 9.30 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ દિવસોમા જવું પડશે. તમે તમારા વિસ્તારના મેજિસ્ટ્રેટની જાણકારી રાજ્ય અથવા નગરપાલિકાની વેબસાઇટ પર જઇને લઇ શકો છો.

અહીં બની શકે છે ઓનલાઇન 'જન્મ પ્રમાણપત્ર' 

રાજ્યોમાં ઓનલાઇન 'જન્મ પ્રમાણપત્ર' માટે સ્થાનિક નગપાલિકા અને રાજ્ય સરકારની વેબસાઇટ પર જઇને ઓનલાઇન ફોર્મ ભરીને જમા કરાવી શકો છો. આ ફોર્મ તમે ડાઉનલોડ કરીને પણ દસ્તાવેજ સાથે જમા કરી શકો છો.


ઓનલાઇન ભરો જાણકારી


નગરપાલીકા અથવા રાજ્ય સરકારની વેબસાઇટ પર જઇને 'જન્મ પ્રમાણપત્ર'ની વિકલ્પ પર ક્લિક કરો. પાતાની અને બાળકની જાણકારી ભરો તેમને આ ફોર્મની પ્રિન્ટની નકલ નિકાળવી પડશે. તમારે આ નકલની સાથે ડોક્યૂમેન્ય નગરપાલીકાની ઓફિસમાં લઇને જવું પડશે. 'જન્મ પ્રમાણપત્ર' માટે નગરપાલીકા અથવા રાજ્યની વેબસાઇટ પર જઇને લિંક પર ક્લિક કરો.

ડોક્યૂમેન્ટ

બર્થ સર્ટિફીકેટ બનાવવા માટે તમારે આ ડોક્યૂમેન્ટની જરૂર પડશે

હોસ્પિટલ ડિસ્ચાર્જ સ્લિપ અને પેપર અથવા હોસ્પિટલનું બનેલું જન્મનું પ્રમાણ પત્ર સરનામાનો પુરાવો (એડ્રેસ પ્રૂફ).

એક વર્ષથી વધારે જૂની બાબતમાં આ ડોક્યૂમેન્ટની જરૂર પડશે

એપ્લિકેશન ફોર્મ
જન્મનું પ્રમાણ પત્ર
રાશન કાર્ડની નકલ

આ રાજ્યોમાં ઓનલાઇન બનાવી શકાય છે 'જન્મ પ્રમાણપત્ર'

દિલ્હી યૂપી રાજસ્થાન પંજાબ હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓનલાઇન બર્થ સર્ટિફીકેટ બનાવી શકો છો.

બર્થ સર્ટિફિકેટની સિંગલ કોપી તમને મફતમાં મળી જશે પરંતુ વધારે કોપી માટે તમારે પૈસા આપવા પડે છે.

બ્રથ સર્ટિફીકેટ બનાવવામાં ઓછામાં ઓછી 20 રૂપિયા પ્રતિ કોપી ફી થાય છે.

ક્યાં સુધી મળશે બર્થ સર્ટિફીકેટ

તમને 7 દિવસથી લઇને 21 દિવસની વચ્ચે બર્થ સર્ટિફીકેટ મળી જશે.

તમે આ બર્થ સર્ટિફેક્ટ ઓનલાઇન ડાઉનલોડ પણ કરી શકો છો અથવા કોર્પોરેશનની ઓફિસ જઇને પણ લઇ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ