બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Reducing the dependence of countries around the world on the US currency dollar is called de dollarization

VTV વિશેષ / કેમ દુનિયાભરમાં અમેરિકાના ડોલરનું ચલણ છે? અને હવે શું ડોલરની 'વિશ્વ સત્તા'નો અંત થશે અંત?

Kishor

Last Updated: 12:06 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની કરન્સી ડોલર પર દુનિયાભરના દેશોની નિર્ભરતા છે એ ઓછી કરવી જેને ડી-ડોલેરાઇઝેશન કહેવામાં આવે છે. જે દિશામાં હવે તમામ દેશો મહેનત કરી રહ્યા છે.

  • ડોલર પરથી નિર્ભરતા ઘટાડવા માટે મહેનત
  • ડી-ડોલેરાઇઝેશનની દિશામાં દેશો આગળ

BRICS સમીટ યોજાઈ રહી છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા આ પાંચ દેશોનું એક ઈંફોર્મલ ગૃપ છે. જેમાં હવે સાઉદી અરેબિયા પણ જોઈન્ટ કરવાની તૈયારી દર્શાવી રહ્યું છે. આ ગ્રુપે 2015મા ન્યુ ડેવલોપમેન્ટ બેંકના નામે નવી બેન્ક તૈયાર કરી હતી.  જે બેન્ક હવે નવી કરન્સી લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ પાંચેય દેશ પોતપોતાની કરન્સી ન્યુ ડેવલોપમેન્ટ બેન્કમાં રિઝર્વમાં મૂકશે. જેની સામે બેન્ક નવી કરન્સી લોન્ચ કરશે. જેમાં આ દેશી આંતરિક રીતે આ કરન્સી યુઝ કરીને પેમેન્ટ કરી શકશે. વધુમાં આ ચલણને ગોલ્ડ સાથે જોડી દેવામાં આવશે. પરિણામે જેટલી કરન્સી ઇશ્યુ થશે. તેટલુ ગોલ્ડ આ બૅન્ક સાથે જમા પડ્યું હશે. જેથી તેની વેલ્યુ ક્યારેય ઘટે નહિ! આ તમામ ઘટનાક્રમથી એ જાણવા મળી રહ્યું છે કે ડીડોલેરાઇઝેશન માટે તમામ દેશો મથામણ કરી રહ્યા છે. જેમાં સફળતા પણ મળી રહી છે. જેથી ભારતને ફાયદો થઇ શકે તેમ છે.


અમેરિકાની કરન્સી ડોલર પર દુનિયાભરના દેશોની નિર્ભરતા છે એ ઓછી કરવી જેને ડી-ડોલેરાઇઝેશન કહેવામાં આવે છે. 1945માં  યુદ્ધ વેળાએ અમેરિકાએ સાઉદી અરેબિયાને ટેકાની ખાતરી આપી કહ્યું હતું કે જરૂર પડશે તેમાં અમેરિકા તમારી સાથે છે. આ દરમિયાન શરત મૂકીને એવું ટાઉપ કરાવી લીધું કે સાઉદી જેટલું ક્રૂડ ઓઇલ વેચશે તે બધું જ ક્રૂડ ડોલરમાં જ વેચાશે! આવો પ્રસ્તાવ મુક્યો હતો.  જેમાં સહમતી સંધાયા બાદ હવે ક્રૂડ ઓઇલ ખરીદવું હોય તો એરિકન ડોલરની જરૂર અવશ્ય પડે છે. મહત્વની વાતએ છે કે દરેક દેશ માટે ક્રૂડ ઓયલ જબરી જરૂરિયાત અને મહત્વ ધરાવે છે. આથી જ તો દુનિયાભરમાં અમેરિકાના ડોલરનું ચલણ છે!

જેને પગલે તમામ દેશોએ અમેરિકન ડોલર રિઝવર્સમાં રાખવાનું ચાલુ કરી દીધું હતું. બાદમાં વિયાતનામ વોર વેળાએ આમેરિકાને રૂપિયાની જરૂર ઉભી થતા સેન્ટ્રલ બેન્ક રૂપિયા છાપવા માંડી હતી. પરિણામે આ અંગે જાણ થતા યુરોપિયન દેશોએ પોતાની પાસે રહેલ રિઝવર્સમાં રહેલ ડોલરનું સોનામાં રૂપાંતરણ કરવાનું શરૂ કરી દીધું હતું.  જેને લઈને આમેરિકાએ ડોલર અને સોનાના ભાવ બંધણાંને છૂટું કરી દીધું હતું. બાદમાં ગોલ્ડના ભાવ પણ વધવા લાગ્યા હતા. જે ભાવ વધારો તે નિર્ણયને પરિણામે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ