બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / red ant chutney of odisha got gi tag know why

ગજબ / વિટામિન C અને પ્રોટીનથી ભરપૂર હોય છે લાલ કીડીની ચટણી! જાણો કેમ સરકારે આપ્યું GI ટેગ

Published By: Vikram Mehta

Last Updated: 03:36 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશામાં એક ખાસ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે. લાલ કીડીની ચટણી માત્ર ઓડિશામાં નહીં, પરંતુ દેશ વિદેશમાં ફેમસ છે. ઓડિશાની આ ચટણીને GI ટેગ શા માટે આપવામાં આવ્યું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ઓડિશામાં એક ખાસ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે
  • આ ચટણીને GI ટેગ શા માટે આપવામાં આવ્યું
  • જાણો ચટણીના અદભુત ફાયદા 

ઓડિશામાં એક ખાસ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે. આ ચટણી લાલ કીડીથી બનાવવામાં આવે છે. લાલ કીડીની ચટણી માત્ર ઓડિશામાં નહીં, પરંતુ દેશ વિદેશમાં ફેમસ છે. ઓડિશાની આ ચટણીને GI ટેગ શા માટે આપવામાં આવ્યું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

લાલ કીડીની ચટણીને GI ટેગ શા માટે આપવામાં આવ્યું?
ઓડિશામાં બનાવવવામાં આવતી આ લાલ કીડીની ચટણીને ‘કાઈ ચટણી’ કહેવામાં આવે છે. આ ચટણીના સ્વાદ અને તેની બનાવટના આધાર પર આ ચટણીને GI ટેગ આપવામાં આવ્યું છે. ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં આદિવાસી સિલબટ્ટા પર પીસીને મસાલાની સાથે આ ચટણી બનાવવામાં આવે છે. અનેક લોકો આ ચટણી વેચેની જીવન પસાર કરે છે. 

લાલ કીડીની ચટણી કેવી રીતે બનાવવામાં આવે છે?
મસાલા અને લાલ કીડીઓને પીસીને આ ચટણી બનાવવામાં આવે છે. આ ચટણી આરોગ્ય માટે લાભપ્રદ હોવાથી આ ચટણીને GI ટેગ આપવામાં આવ્યું છે. આ લાલ કીડીનું વૈજ્ઞાનિક નામ ઓઈકોફિલા સ્માર્ગડીના છે. આ કીડી ડંખ મારે તો ત્વચા પર બળતરા અને રેશિશ થઈ શકે છે. આ કીડીઓ મોટાભાગે ઝારખંડ અને છત્તીસગઢના મયૂરભંજ તથા સિમલીપાલ જંગલોમાં જોવા મળે છે. 

લાલ કીડીની ચટણીના ફાયદા
એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર
લાલ કીડીની ચટણીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે. એન્ટી-ઓક્સિડેન્ટ્સ શરીરમાં મુક્ત કણોની અસરને દૂર કરવામાં મદદ કરે છે. જેથી અલગ અલગ પ્રકારની બિમારીઓ થવાનું જોખમ રહેતું નથી. 

વિટામીન-સીથી ભરપૂર
લાલ કીડીની ચટણીમાં ભરપૂર માત્રામાં વિટામીન-સી હોય છે. આ ચટણીમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ ચટણી શરીરમાં યોગ્ય પ્રકારે વિટામીન-સીની આપૂર્તિ કરે છે. 

વધુ વાંચો: સવારના નાસ્તામાં ટાઈમના ગડબડના કારણે વધે છે હાર્ટઍટેકનો ખતરો, આટલા વાગ્યે જ કરો બ્રેકફાસ્ટ

શરીરમાં પ્રોટીનની આપૂર્તિ કરે છે
નોનવેજ ફૂડ, માછલી અને ઈંડાની સાથે સાથે લાલ કીડીની ચટણી શરીરમાં પ્રોટીનની આપૂર્તિ કરે છે. જેથી માંસપેશીઓનું નિર્માણ થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Red Ant Chutney health news in Gujarati odisha red ant chutney red ant chutney benefits red ant chutney gi tag લાલ કીડીની ચટણી લાલ કીડીની ચટણીના ફાયયદા Health News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ